લોકસભાની ચૂંટણી 2019 પહેલા જ કોંગ્રેસમાં જોડાયેલા અને પૂર્વે ભાજપના સાંસદ એવા સાવિત્રીબાઈ ફુલેએ હવે કોંગ્રેસ માંથી પણ રાજીનામું આપી દીધું છે. તેમણે કોંગ્રેસના નેતૃત્વ પર તેમનો અવાજ ન સાંભળવાનો આરોપ લગાવ્યો.
ભાજપ છોડ્યા બાદ કોંગ્રેસમાં જોડાયેલા સાંસદ સાવિત્રીબાઈ ફૂલે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કોંગ્રેસના નેતૃત્વ પર તેમનો અવાજ ન સાંભળવાનો આરોપ લગાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી 2019 પહેલા સાવિત્રીબાઈ ફૂલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ 10 મહિનામાં જ સાવિત્રીબાઈ ફુલે કોંગ્રેસથી ભ્રમિત થઈ ગઈ. કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ સાવિત્રીબાઈ ફુલેએ કહ્યું હતું કે તેઓ નવી પાર્ટી બનાવશે અને દલિતોનો અવાજ ઉઠાવશે. તે 19 જાન્યુઆરીએ લખનઉમાં નવી પાર્ટીની ઘોષણા કરી શકે છે.