ટ્રાન્સજેન્ડર સમાજ માટે દેશની પ્રથમ યુનિવર્સિટી ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં ખોલવામાં આવશે. આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ધોરણ 1 થી પોસ્ટ ગ્રેજ્યુએશન અને PhDની ડિગ્રી મેળવના વિદ્યાર્થીઓને રિસર્ચ કરવાની તક આપવામાં આવશે.
આ યુનિવર્સિટી કુશીનગર જિલ્લાના ફાજિલનગર બ્લોકમાં ખોલવામાં આવશે. આ યુનિવર્સિટી, અખિલ ભારતીય કિન્નર શિક્ષા સેવા ટ્રસ્ટ ( અખિલ ભારતીય ટ્રાન્સજેન્ડર શિક્ષા સેવા ટ્રસ્ટ) દ્વારા બનાવવામાં આવી રહી છે. અહીં શિક્ષણ પ્રક્રિયા પહેલાથી જ શરૂ થઈ ચૂકી છે.
આ ટ્રસ્ટના અધ્યક્ષ ડૉ કૃષ્ણ મોહન મિશ્રાએ જણાવ્યું કે, દેશમાં પ્રથમ વખત એવું થવા જઈ રહ્યું છે કે, જેમાં ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરી શકશે. અહીં શિક્ષણ કાર્ય પહેલા જ શરૂ થઈ ચૂક્યું છે. 15 જાન્યુઆરીથી સમાજના સભ્યો દ્વારા લાવવામાં આવનાર બે બાળકોને એડમિશન આપવામાં આવશે અને ફેબ્રુઆરી અને માર્ચથી અન્ય ધોરણો શરૂ થઈ જશે.
આ અંગે ધારાસભ્ય ગંગા સિંહ કુશવાહાએ જણાવ્યું કે, અહીં ટ્રાન્સજેન્ડર સમાજના સભ્યો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકશે અને દેશને એક નવી ઊંચાઈ અને નવી દિશા આપવામાં સક્ષણ બનશે.
બીજી તરફ ટ્રાન્સજેન્ડર સમાજે પણ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, અમે શિક્ષિત થઈશું અને સમાજમાં સમ્માન પ્રાપ્ત કરીશું. શિક્ષામાં શક્તિ છે અને અમને વિશ્વાસ છે કે, આ માત્ર અમારા જ નહી અન્યોના જીવનમાં પણ પરિવર્ત લાવ