જોકે દુનિયાના ઘણા દેશો એવા છે જ્યાં પેટ્રોલ અને ડિઝલ ભારત કરતા ઘણુ સસ્તુ મળે છે અને વાંચીને નવાઈ લાગશે પણ એક દેશ એવો છે જ્યાં એક લીટર પેટ્રોલની કિંમત માત્ર 7 પૈસા છે. દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં દુનિયાનુ સૌથી સસ્તુ પેટ્રોલ મળે છે.
જયારે ઈરાનમાં એક લિટર પેટ્રોલ માટે 8.55 રૂપિયા ચુકવવા પડે છે. ઈરાનમાં મોટા પાયે ક્રુડ ઓઈલનુ ઉત્પાદન થાય છે. ભારત પણ ઈરાનથી તેલની આયાત કરે છે.
સુદાન આમ તો ગરીબ આફ્રિકન દેશ ગણાય છે પણ વેનેઝુએલા અને ઈરાન બાદ સૌથી સસ્તુ પેટ્રોલ સુદાનમાં મળે છે. જ્યાં એક લિટર પેટ્રોલની કિંમત 12.11 રૂપિયા જ છે. ચોથા સ્થાને અલજિરિયા છે અને ત્યાં પણ પેટ્રોલ માટે સુદાન જેટલા જ રૂપિયા ચુકવવા પડે છે.
ગલ્ફનો કુવૈત પણ એક એવો દેશ છે જ્યાં એક લિટર પેટ્રોલની કિંમત 12.11 રૂપિયા જ છે. ઈરાનની જેમ કુવૈત પણ ક્રુડ ઓઈલની નિકાસ કરે છે.