નાગરિકતાથી જોડાયેલા મુદ્દાઓ પર મુસ્લિમ સુમદાયની ચિંતાઓને દૂર કરવા અને વિપક્ષનાં અભિયાનનો જવાબ આપવા માટે ભાજપ રાષ્ટ્રિય સ્તરનાં સંમેલનનું આયોજન કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે ભાજપ તેમજ લઘુમતી મુદ્દાઓનાં મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આ સંબંધમાં શુક્રવારનાં એક બેઠક કરી જેમાં રાષ્ટ્રિય લઘુમતી આયોગનાં અધ્યક્ષ જી હસન રિઝવી તેમજ ભાજપનાં કેટલાક અન્ય મુસ્લિમ નેતાઓએ ભાગ લીધો. આ વિષયને લઇને રણનીતિ પર ચર્ચા થઈ.
સૂત્રોએ જણાવ્યું કે બેઠકમાં રાષ્ટ્રિય અલ્પસંખ્યક આયોગનાં અધ્યક્ષ જી હસન રિઝવી ઉપરાંત પાર્ટીનાં લઘુમતી મોરચાનાં અધ્યક્ષ અબ્દુલ રાશીદ અંસારીએ પણ ભાગ લીધો. તેમણે કહ્યું કે આમાં વિચાર કરવામાં આવ્યો કે કઈ રીતે સંશોધિત નાગરિકતા કાયદો, એનઆરસી અને એનપીઆરને લઇને કેટલાક રાજકીય દળો દ્વારા ફેલાવવામાં આવી રહેલા દુષ્પ્રચારને અસફળ કરવામાં આવે. તેમણે કહ્યું કે, પાર્ટીએ આ મુદ્દા પર જાગૃતતા ફેલાવવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું છે.
રાષ્ટ્રિય સંમેલન આયોજિત કરવામાં આવી શકે છે
આ જ તબક્કામાં જાન્યુઆરીનાં પહેલા અઠવાડિયામાં એક રાષ્ટ્રિય સંમેલન આયોજિત કરવામાં આવી શકે છે જેથી તેમને આ મુદ્દા પર તથ્યોથી વાકેફ કરાવવામાં આવી શકે. ભાજપાએ CAA,NPR અને નાગરિકતા જેવા મુ્દ્દાઓ પર કૉંગ્રેસ તેમજ રાહુલ ગાંધી પર જૂઠ બોલીને દેશને ભરમાવવાનો આરોપ લગાવતા શુક્રવારનાં કહ્યું કે, જનતા કૉંગ્રેસને ફગાવી ચુકી છે અને હવે તેમના જૂઠમાં નહીં આવે.