સેન્ટર ફોર ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ(CEBR)ના તાજેતરમના રિપોર્ટમાં ભારતની આર્થિકવ્યવસ્થાને લઇને સકારાત્મક ખુલાસો કરવામાં આવ્યો છે. સીઇબીઆરના રિપોર્ટ વર્લ્ડ ઇકોનોમિક લીગ ટેબલ 2020 મુજબ ભારત 2019માં બ્રિટન અને ફ્રાન્સ એમ બંને અર્થવ્યવસ્થાઓને પઠાડીને દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે.
આ રિપોર્ટ મુજબ ભારત 2026માં જર્મનીને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવશે અને વર્ષ 2034માં જાપાનને પાછળ છોડી વિશ્વનીત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનું સ્થાન મેળવશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત 2026 સુધી પાંચ હજાર અરબ ડોલરની અર્થવ્યવસ્થા બની શકે છે. જોકે કેન્દ્રમાં મોદી સરકારે દેશને 2024 સુધી પાંચ હજાર અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનો લક્ષ્ય નક્કી કર્યો છે.
CEBRએ તેના રિપોર્ટમાં દર્શાવ્યું છે કે, જાપાન, જર્મની અને ભારત આગામી 15 વર્ષ સુધી ત્રીજા સ્થાન માટે પ્રતિસ્પર્ધીમાં રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના ભારતીય અર્થવ્યવસ્થાને 2024 સુધી પાંચ હજાર અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના સવાલ અંગે રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે, ભારત આ લક્ષ્ય 2026માં મેળવી લેશે, સરકારના નક્કી કરેલા સમયથી બે વર્ષ પછી.