સમગ્ર ઉત્તર ગુજરાત હાલમાં ઠંડીની ચપેટમાં આવી ગયું છે. ડિસેમ્બરમાં સીઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ છે. ઉત્તર-પશ્ચિમ તરફથી આવતા ઠંડા પવનોએ ઉત્તર ભારતને પોતાના લપેટામાં લઇ લીધું છે. ઠંડીએ કાળો કેર વર્તાવતા ચાર દિવસમાં જ 228 લોકોના જીવ લઇ લીધા છે. રવિવારે જ ઉત્તર ભારતમાં 68 લોકોના મોત થઇ ગયા. આનાથી પહેલા શનિવારે 65, શુક્રવારે 48 અને બુધવારે 47 લોકોએ ઠંડીના કારણે જીવ ગુમાવ્યો હતો.
સૌથી વધારે 21 લોકોના મોત કાનપુરમાં થયા. જ્યારે બુંદેલખંડ અને આસપાસના વિસ્તારોમાં 22 લોકોના મોત થયા. ઠંડના કારણે પૂર્વાચલાં આઠ અને અવધમાં 6 લોકોના મોત થયા. અમરોહમાં ચાર, અલીગઢ અને હાથરસમાં બે અને રામપુર, મેરઠ, મુજફ્ફરનગરમાં ઠંડે એક-એકનો જીવ લઇ લીધો હતો.
દિલ્હીમાં સોમવારે સવારે ધુમ્મસ છવાયેલો રહ્યો હતો, જ્યારે તાપમાન 2.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં રવિવારે આ હવામાનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો જેથી તળાવ પણ જામી ગયા હતા. રાજસ્થાનના જયપુરમાં સર્દીએ 55 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. જ્યારે હરિયાણા, પંજાબ, બિહારમાં હાડ થીજવાન ઠંડીનો પ્રકોર યથાવત છે. શ્રીનગરમાં તાપમાન ઘટવાનો સિલસિલો પણ ચાલું જ છે. રાતમાં શ્રીનગરનું તાપમાન શૂન્યથી 6.2 ડિગ્રી સેલ્સિયસ નીચે જતો રહે છે.
હવામાન વિભાગે ઉત્તર ભારતમાં શીતલહેર ચાલું રહેવાની સાથે ઘુમ્મસની ચેતવણી આપી છે. હવામાન વિભાગ અનુસાર મંગળવાર પછી ઉત્તર પ્રદેશમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ છે.