નાગરિકતા સંશોધન કાયદો(CAA)અને રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર (NPR)પર દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂએ સંકેત આપ્યો છે કે નાગરિકતા સંશોધન કાયદામાં બદલાવ થઇ શકે છે.
ઉપરાષ્ટ્રપતિએ રવિવારના રોજ કહ્યું કે, ‘CAA અને NPR જેવા મુદ્દા પર વિચારપૂર્ણ અને સકારાત્મક ચર્ચા કરવી જોઇએ. પરંતુ તે માટે પ્રદર્શન દરમિયાન હિંસા કરવામાં આવી તેવું ન કરવું જોઇએ. તેઓએ કહ્યું કે, CAA કે પછી NPR હોય દેશવાસીઓ પર સંવિધાનિક સંસ્થાઓ અને મીડિયામાં વિચારપૂર્ણ, સાર્થક તથા સકારાત્મક ચર્ચાનો ભાગ લેવો જોઇએ. ઉદાહરણ તરીકે, તે ક્યારે આવ્યું, તે કેમ આવ્યું, તેની અસર શું હશે અને તેને બદલવાની કોઈ જરૂર છે?’
નાયડૂએ કહ્યું કે, ‘ચર્ચાથી આપણું તંત્ર મજબૂત થશે અને લોકોમાં જાણકારી વધે છે. સંયુક્ત આંધ્રપ્રદેશના દિવંગત સીએમ એમ ચન્ના રેડ્ડીની જન્મજયંતિની ઉજવણીનો પ્રારંભ કરતાં નાયડુએ કહ્યું કે કેન્દ્રએ પણ લોકોની આશંકાઓને દૂર કરવી જોઈએ.’
ઉપરાષ્ટ્રપતિ નાયડૂએ કહ્યું કે, લોકતંત્રમાં સમંતિ, ‘અહસંમતિ આધારભૂત સિદ્ધાંત છે. કોઇ વસ્તુ આપણને પસંદ ન હોય પરંતુ બંને પક્ષોને સાંભળવા જરૂરી છે. ત્યાર બાદ જ યોગ્ય રીતે સમજીને શું કરવું તે નક્કી કરવું જોઇએ.’
મહાત્મા ગાંધીનું ઉદાહરણ આપતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘ગાંધીજીએ મુશ્કિલથી મુશ્કિલ પડકારો પણ હિંસાના કોઇ પણ પ્રકારથી ટાળવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેમને સાસંદ અને વિધાનસભાની ગરિમા જાળવી રાખવા માટે ચર્ચાનો સ્તર વધારવા પર ભાર આપ્યું તે સાથે વ્યક્તિગત હુમલાથી બચવાની સલાહ આપી હતી.’