આખરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેના મંત્રીમંડળના વિસ્તારનું મુહૂર્ત આવી ગયુ છે, જેમાં સરકારના ગઠનના એક મહિના બાદ ઉદ્ધવ ઠાકરે સરકારના પ્રથમ કેબિનેટ વિસ્તારમાં શિવસેના, NCP અને કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા હતા. જેમાં NCP નેતા અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ ઉપરાંત શિવસેના નેતા અને CM ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને પણ મંત્રી બનાવવામાં આવશે. કોંગ્રેસના અશોક ચવ્હાણે પણ કેબિનેટ મંત્રીના શપથ લીધા છે. જ્યારે NCPના વરિષ્ઠ નેતા નવાબ મલિક પણ આ કેબિનેટ વિસ્તારમાં મંત્રીપદના શપથ લીધા છે.
► કોંગ્રેસના આ ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન
અશોક ચવ્હાણ – કેબિનેટ મંત્રી
કેસી પાડવી – કેબિનેટ મંત્રી
વિજય વડેટ્ટીવાર – કેબિનેટ મંત્રી
અમિત વિલાસરાવ દેશમુખ – કેબિનેટ મંત્રી
સુનીલ છત્રપાલ કેદાર – કેબિનેટ મંત્રી
યશોમતી ઠાકુર – કેબિનેટ મંત્રી
વર્ષા એકનાથ ગાયકવાડ – કેબિનેટ મંત્રી
અસ્લમ શેખ – કેબિનેટ મંત્રી
સતેજ ઉર્ફે બંટી પાટીલ – રાજ્યમંત્રી
ડો. વિશ્વજીત પતંગારાવ કદમ – રાજ્યમંત્રી
► શિવસેનાના આ ધારાસભ્યોને મંત્રી મંડળમાં મળ્યું સ્થાન
અનિલ પરબ – કેબિનેટ મંત્રી
ઉદય સામંત – કેબિનેટ મંત્રી
ગુલાબરાવ પાટીલ – કેબિનેટ મંત્રી
શંભુરાજે દેસાઈ
દાદા ભૂસે – કેબિનેટ મંત્રી
સંજય રાઠોડ
અબ્દુલ સત્તાર
રાજેન્દ્ર પાટિલ યાદવકર
શંકરરાવ ગડાખ
બચ્ચૂ કડૂ
સંદિપન ભૂમરે – કેબિનેટ મંત્રી
આદિત્ય ઠાકરે – કેબિનેટ મંત્રી
► NCP તરફથી આ ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન
અજિત પવાર – નાયબ મુખ્યમંત્રી
ધનંજય મુંડે – કેબિનેટ મંત્રી
દિલીપ વાલસે પાટિલ – કેબિનેટ મંત્રી
નવાબ મલિક –
જીતેન્દ્ર અવ્હાડ – કેબિનેટ મંત્રી
હસન મુશ્રીફ – કેબિનેટ મંત્રી
બાલાસાહેબ પાટીલ – કેબિનેટ મંત્રી
અનિલ દેશમુખ – કેબિનેટ મંત્રી
અદિતિ તત્કારે
રાજેન્દ્ર શિંગણે – કેબિનેટ મંત્રી
જણાવી દઈએ કે, ઉદ્ધવ ઠાકરેએ લાંબા રાજકીય નાટક બાદ સરકાર તો બનાવી લીધી છે, પરંતુ મંત્રી મંડળના વિસ્તાર માટે તેમણે ઘણો સમય લઈ લીધો. જેનું મુખ્ય કારણ ત્રણેય પાર્ટીઓ શિવસેના-કોંગ્રેસ અને NCPના ધારાસભ્યોની નારાજગી હતી. જો કે તેમાંથી કેટલા ધારાસભ્યો સંતુષ્ટ થઈ ગયા છે, જ્યારે કેટલાક ધારાસભ્યો હજુ પણ નારાજ છે.
મહારાષ્ટ્રના નારાજ ધારાસભ્યોની વાત કરીએ તો, તેમાં સૌથી મોટુ નામ શિવસેનાના કદ્દાવર નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતના ભાઈ સુનિલ રાઉતનું સામે આવી આવી રહ્યું છે. મંત્રીમંડળમાં સ્થાન ના મળવાના કારણે સુનીલ રાઉત નારાજ થઈ ગયા છે. કહેવાય છે કે, તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું પણ આપી શકે છે.