નાગરિકત્વ સુધારા કાયદા(CAA) અને NRCનો દેશવ્યાપી વિરોધ વચ્ચે આધાર કાર્ડને લઈને નવી માહિતી સામે આવી છે. માહિતી પ્રમાણે જે કોઈ જમ્મુ-કાશ્મીર, આસામ અને પૂર્વોત્તારના નાગરિક છે તો તેઓ તેમના આધાર કાર્ડ દ્વારા સિમ નથી ખરીદી શકે. ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપની રિલાયન્સ જિયોનું કહેવુ છે કે, તેઓ જમ્મુ-કાશ્મીર, આસામ અને પૂર્વોત્તરમાં આધારને ઓળખના પૂરાવા તરીકે નથી માનતુ.
કંપનીએ જે પુરાવાને ઓળખ માટે સ્વીકાર કરવાની વાત કહી છે તેમાં ઈલેક્શન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને પાન કાર્ડ વગેરે સામેલ છે. કંપની તરફથી આ માહિતી રિલાયન્સ જિયોના સિમ બ્લોક કરાવવાની પ્રક્રિયા દરમિયાન કંપની તરફથી એક ગ્રાહકને મોકલવામાં આવેલા મેલમાં સામે આવી છે.
ગ્રાહકે પોતાના જિયો સિમ બ્લોક કરાવતા પહેલા કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. ત્યાર બાદ તેને કંપની તરફથી સિમ બ્લોક કરાવવાને લઈને એક મેલ મોકલવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, સુપ્રિમ કોર્ટે 26 સપ્ટેમ્બર 2018એ પોતાના નિર્ણયમાં આધાર કાર્ડની માન્યતા અને તેની જરૂર અને પ્રયોગને લઈને સ્પષ્ટ નિર્ણય સંભળાવ્યો હતો.
ઉપરી અદાલતે જણાવ્યુ હતુ કે, આધાર કાર્ડને કોઈ પણ જગ્યાએ અનિવાર્ય નથી કરાવી શકતો. અદાલતે જણાવ્યુ હતુ કે, આધાર સામાન્ય નાગરિકની ઓળખ છે. તેનો ઉદ્દેશ છે કે, આધાર કાર્ડને ઓળખ તરીકે ઉપયોગ કરી શકાય છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યુ હતુ કે, મોબાઈલ નંબર લેવા, બેન્ક અકાઉન્ટ ખોલાવવા માટે હવે આધાર કાર્ડ અનિવાર્ય નથી રહ્યો.
સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ UIDAIએ ટેલિકોમ કંપનીઓથી પ્લાન માંગ્યો હતો, જેથી આધાર કાર્ડ બેસ્ડ eKYC બંધ કરી શકાય. UIDAIએ એરટેલ, રિલાયન્સ જિયો, વોડાફોન-આઈડિયા સાથે અન્ય કેટલીક કંપનીઓને એક સર્ક્યુલર જાહેર કર્યો હતો. તેમાં દૂરસંચાર કંપનીઓથી પૂછવામાં આવ્યો છે કે, હવે મોબાઈલ સિમકાર્ડને વેરિફિકેશન માટે ઉપયોગ થનારા આધાર કાર્ડ નંબરને કેવી રીતે રોકી શકાય. તેના પર કંપનીઓને 15 દિવસની અંદર જવાબ આપવાનું હતુ. ત્યાર બાદ કંપનીઓએ આધાર વગર ડિજિટલ કેવાયસી સિસ્ટમ તૈયાર કર્યા હતા.