9 લોકકલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન નિવાસસ્થાને આગ લાગવાના સામાચાર આવ્યા હતા. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધુ છે. મળતી માહિતી અનુસાર, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. ઘટનામાં આગ લાગવાથી કોઈ જાનહાની નથી થઈ
ઘટનાની માહિતી મળતા ફાયર બ્રિગેડની 9 ગાડીઓ પીએમ હાઉસ પહોંચી છે. આગ ઓલાવવાનું કામ ચાલુ છે. પીએમઓએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે, આગ શોર્ટ શર્કિટ થવાના કારણે લાગી હતી. આગ ગંભીર નથી. આગ પીએમના નિવાસસ્થાને કે ઓફિસમાં નથી લાગી પરંતુ SPG રિસેપ્શનમાં લાગી હતી