હિન્દી ફિલ્મ એકટ્રેસે વસ્ત્રાપુર પોલીસ મથકે બિલ્ડર પિતા અને તેના પુત્ર સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. આ બન્ને આરોપી ફરિયાદીને દુકાન આપવાનું કહી તેની પાસેથી 1.51 કરોડ રુપિયા લઈ લીધા હતા.
અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ મથકે એક હિન્દી ફિલમની એકટ્રસ જાનકી પટેલે ઠગાઈની ફરિયાદ દાખલ કરી છે.આ ફરિયાદમાં તેણે જણાવ્યુ છે કે, દુકાનનો સોદો થયા બાદ જાનકી પચેલે આપેલાં એક લાખ રૂપિયાની રકમ સામે આરોપીઓએ રજિસ્ટર્ડ બાનાખત કરી આપ્યું હતું. બાદમાં આરોપીઓએ આ બાનાખત જાનકી પટેલના પતિ પારિતોષ પટેલના નામે કરી નાખ્યું હતું. થલતેજના ઓરાવિલા એપાર્ટમેન્ટમાં રહેતાં હિન્દી ફિલ્મ એક્ટ્રેસ અને હાલમાં ઈવેન્ટ મેનેજમેન્ટનો બિઝનેસ કરતાં જાનકી પારિતોષ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓના પતિ ઈમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરે છે.
અગાઉ તેઓએ મોડેલિંગ અને ફિલ્મ એક્ટ્રેસ તરીકે કરેલી કમાણીના પૈસાનું મેનેજમેન્ટ તેમના પતિને સોંપ્યું હતું. જે મુજબ તેઓના વર્ષો જૂના ફેમિલી ફ્રેન્ડ ધનેશ જૈન કે જે અગાઉ ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશનનું કામ કરતા હતા. જેઓ હાલમાં તેમના પિતા ભાદરમલ સાથે પ્રોપર્ટી ડેવલોપમેન્ટનો વેપાર કરે છે.