થાઈલેન્ડના જાણીતા બીચ પર પોલીસે એક કપલને શારીરિક સબંધ બાંધતા કઢંગી હાલતમાં ઝડપાયા છે. આ મામલો થાઈલેન્ડના પ્રસિદ્ધ પતાયા બીચનો છે. ટૂરિસ્ટ પોલીસે જાહેરમાં સેક્સ કરવા બદલ કપલની ધરપકડ કરી છે.
આ અંગે પ્રાપ્ત મીડિયા રિપોર્ટ પ્રમાણે, ટૂરિસ્ટ પોલીસે 26 વર્ષના રોમન ગ્રિગોરેન્કો અને 19 વર્ષની તેની પાર્ટનર ડરિયા વિનોગ્રાદોવાની શનિવારે ધરપકડ કરી છે. બન્ને રશિયન મૂળના છે અને થાઈલેન્ડમાં ક્રિસમસની રજાઓ માણી રહ્યાં હતા.
આ અંગે પોલીસે જણાવ્યું કે, શનિવારના દિવસે બપોરે 3:30 કલાકે નશામાં ધૂત આ કપલ બીચ પર ભાન ભૂલ્યું હતું અને સેક્સ કરવા લાગ્યું. પોલીસે કપલની ધરપકડ કરીને તેમને પટાયા પોલીસ સ્ટેશને લઈ ગઈ, જ્યાં તેમને દંડ ફટકાવામાં આવ્યો હતો.
પોલીસે કપલ પર પોર્નોગ્રાફિક એક્ટના ઉલ્લંઘનનો કેસ દાખલ કર્યો અને દંડ તરીકે 12 હજાર રુપિયા વસૂલ્યા હતા.