‘મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ’ને ગતિ, ગુજરાતમાં મારુતિ સુઝુકીનો 35,000 કરોડનો મેગા પ્લાન્ટ

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

ખૌરજમાં મારુતિ સુઝુકીનો ઐતિહાસિક પ્રોજેક્ટ, ગુજરાત બનશે ઓટોમોબાઈલ હબ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ’ના લક્ષ્યને સાકાર કરવા ગુજરાત સરકારે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ દ્વારા ગાંધીનગર પાસેના ખૌરજમાં ૧૭૫૦ એકર જમીન પર ૩૫,૦૦૦ કરોડ રૂપિયાના જંગી રોકાણ સાથે નવો વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર હિસાશી તાકેઉચીની પ્રેરક ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટ માટેના ઇન્વેસ્ટમેન્ટ લેટરની આપ-લે કરવામાં આવી હતી.

૧૦ લાખ કારનું ઉત્પાદન અને લાખો રોજગારીની તકો

ખૌરજ ખાતેનો આ નવો પ્લાન્ટ વાર્ષિક ૧૦ લાખ કારની ઉત્પાદન ક્ષમતા ધરાવતો હશે. આ પ્રોજેક્ટથી ૧૨,૦૦૦ લોકોને સીધી રોજગારી મળશે, જ્યારે તેની સાથે સંકળાયેલા MSME એકમો દ્વારા અંદાજે ૭.૫૦ લાખથી વધુ પરોક્ષ રોજગારીની તકો ઉભી થશે. મારુતિની યોજના મુજબ, પ્રથમ પ્લાન્ટનું ઉત્પાદન નાણાકીય વર્ષ ૨૦૨૯ થી શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં ગુજરાત વિશ્વના નકશા પર ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ કોરિડોર તરીકે વધુ મજબૂત રીતે ઉભરી આવશે.

Maruti Suzuki Khuraj Gujarat Mega Plant Investment 1.png

- Advertisement -

ભારત-જાપાન સંબંધો અને ગુજરાતનું સાનુકૂળ વાતાવરણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રોકાણને આવકારતા જણાવ્યું હતું કે, જાપાનના રોકાણકારો માટે ગુજરાત ‘સેકન્ડ હોમ’ સમાન છે. સસ્ટેનેબલ પોલિસી મેકિંગ અને રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ગુજરાત આજે પોલિસી ડ્રીવન સ્ટેટ બન્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ પ્રસંગે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ સમિટમાં જાપાન હંમેશાથી ગુજરાતનું ભાગીદાર રહ્યું છે અને સરકાર મારુતિ સુઝુકીને તમામ જરૂરી સહયોગ આપવા માટે કટિબદ્ધ છે.

Maruti Suzuki Khuraj Gujarat Mega Plant Investment 2.png

- Advertisement -

૨૦૧૨માં નખાયેલા પાયાનું ભવ્ય વિસ્તરણ

નોંધનીય છે કે વર્ષ ૨૦૧૨માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સુઝુકી મોટર્સને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું હતું, જેના ફળસ્વરૂપે હાંસલપુર ખાતે પહેલો પ્લાન્ટ કાર્યરત થયો હતો. હાંસલપુર પ્લાન્ટની ક્ષમતા પણ ૨૦૨૬-૨૭ સુધીમાં વધારીને ૧૦ લાખ યુનિટ કરવામાં આવશે. આમ, આગામી વર્ષોમાં ગુજરાત મારુતિ સુઝુકીના કુલ ઉત્પાદનમાં સિંહફાળો આપશે, જે રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે માઈલસ્ટોન સાબિત થશે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.