જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) માં ફરી એકવાર ચર્ચામાં આવી ગયુ છે. યુનિવર્સિટી કેમ્પસમાં કેટલાક માસ્ક પહેરીને આવેલા શખ્સોએ જેએનયુ કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘણા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં વિદ્યાર્થી સંઘનાં પ્રમુખ આઇશી ઘોષનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી સંઘે દાવો કર્યો છે કે એબીવીપીનાં સભ્યોએ તેના પ્રમુખ આઇશી ઘોષ અને અન્ય ઘણા વિદ્યાર્થીઓને માર માર્યો હતો.
માયાવતીએ કહ્યું કે જેએનયુમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથેની હિંસા ખૂબ નિંદાત્મક અને શરમજનક છે. કેન્દ્ર સરકારે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ. વળી, આ ઘટનાની ન્યાયિક તપાસ થાય તો સારું રહેશે.
આ મારા મારીની ખબર જ્યારે વાયરલ થઇ ત્યારે દેશભરની ઘણી યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓએ JUN નાં સમર્થનમાં સામે આવ્યા. તાજેતરમાં મુંબઈનાં ગેટ વે ઓફ ઈન્ડિયા પર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવી ગયા છે અને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા છે. જેએનયુ વિદ્યાર્થી સંઘનાં સમર્થનમાં અનેક યુનિવર્સિટીઓનાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ સામે આવ્યા છે. આપને જણાવી દઇએ કે, દિલ્હી યુનિવર્સિટી, અલીગઢ યુનિવર્સિટી સહિત અનેક યુનિવર્સિટીઓનાં વિદ્યાર્થીઓ દિલ્હી પોલીસ હેડક્વાર્ટરની બહાર વિરોધ કરવા આવ્યા હતા