અમેરિકા દ્વારા ઈરાન કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા પછી ઇરાન અને અમેરિકા બંને આમને-સામને છે. રવિવારે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી હતી, ત્યારે ઈરાનની વળતો હુમલો પણ શરૂ થયો હતો, અને તેના થોડા જ સમયમાં ઇરાને એક મોટી જાહેરાત કરી હતી અને ટ્રમ્પ પર ઈનામ જાહેર કર્યું હતું.
વાસ્તવમાં એક રિપોર્ટ મુજબ, જનરલ સુલેમાનીનાં અંતિમ સંસ્કાર દરમ્યાન એક સંસ્થાએ ટ્રંપનું માથું વાઢી લાવનાર માટે 80 મિલિયન ડોલર (લગભગ 5.76 અરબ રૂપિયા)ની જાહેરાત કરી છે. મશાદમાં જે સમયે સુલેમાનીનાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા. તે જ સમયે સંસ્થાએ જાહેરાત કરી હતી.
સંસ્થાએ ઈરાનનાં બધા જ નાગરિકોને એક ડોલર દાન કરવાની અપીલ કરી છે કે, ટ્રંપનાં માથાના બદલામાં રાખવામાં આવેલાં 80 મિલિયન ડોલરની રકમને એકત્ર કરવા માટે દરેક ઈરાની નાગરિકો દાન આપે,જેથી તે રકમનો ઉપયોગ થઈ શકે.
રવિવારે જનરલ કાસિમ સુલેમાનીની લાશ ઈરાનની રાજધાની તેહરાન પહોંચી ત્યારે સુલેમાનીની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી, જેની શરૂઆત અહવાઝથી થઈ હતી. અહવાઝમાં હજારો લોકો સુલેમાનીના સન્માનમાં એકત્ર થયા હતા અને અમેરિકા, ઇઝરાઇલ અને સાઉદી અરેબિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
અબુ મહદીનાં પાર્થિવ દેહને પણ લાવવામાં આવ્યુ
સુલેમાનીના મૃતદેહ ઉપરાંત ઇરાકના પોપ્યુલર મોબિલાઈઝેશન ફ્રન્ટના બીજા કમાન્ડર અબુ મહદી અલ-મુહાંદિસનો મૃતદેહ પણ ઇરાન લાવવામાં આવ્યો છે, જેથી ડીએનએ પરીક્ષણ થઈ શકે. અમેરિકી હવાઇ હુમલામાં સુલેમાની સાથે અબુ મહદી પણ માર્યો ગયો હતો. મુહંદિસ ઇરાકના પોપ્યુલર મોબિલાઈઝેશન ફ્રન્ટના સેકન્ડ-ઇન-કમાન્ડ હતા.

તો સાથે જ, ઇરાની અધિકારીઓએ એક વાર ફરી 3 જાન્યુઆરીનાં હુમલાને ભડકાવા માટે અમેરિકાનાં ક્ષેત્રના સહયોગીઓ મુખ્ય રૂપથી ઇઝરાઇલ અને સાઉદી અરેબિયા આરોપ મૂક્યો છે, જેમાં સુલેમાની અને તેના જમાઈ તેમજ અબુ મહદી અલ મુહંદિસની સાથે આઠ અન્ય લોકોને મારી નાખ્યા હતા.
ટ્રમ્પ સતત આપી રહ્યા છે ધમકી
બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઈરાનને ધમકી આપી રહ્યા છે. ઈનામ તેના માથા પર મૂક્યા પછી પણ તેમણે ટ્વિટ કર્યું હતું કે જો ઈરાન યુ.એસ.ની કોઈ પણ સ્થાપના અને અમેરિકનને હાનિ પહોંચાડશે તો તેનો જવાબ તાત્કાલિક અને સંપૂર્ણ રીતે જોખમી અંદાજમાં આપવામાં આવશે.