જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં થયેલી હિંસા બાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ જેએનયુમાં એબીવીપી (ABVP) અને લેફ્ટ (LEFT) વિંગના વિદ્યાર્થીઓ વચ્ચે છેલ્લા 2-3 દિવસોથી તણાવ ચાલી રહ્યો હતો. પરંતુ જ્યારે લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશનનું સર્વર ડેમેજ કર્યું તો તણાવ વધી ગયો. ત્યારબાદ વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો. પેરિયાર હોસ્ટેલ પર ગઈ કાલે લગભગ 4 વાગ્યા બાદ મામલો વધતો ગયો. અંદર લગભગ 10 પોલીસકર્મીઓ સાદા કપડાંમાં હાજર હતાં. તેમની સાથે પણ હાથાપાઈ થઈ. તેનો પીસીઆર કોલ પણ થયો હતો.
ત્યારબાદ કેટલાક વોટ્સ એપ (Whatsapp) ગ્રુપ બનાવવામાં આવ્યાં અને બદલો લેવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બહારથી નકાબપોશ આવ્યાં અને તેમને કોડવર્ડ આપવામાં આવ્યાં હતા જેના દ્વારા હુમલાખોરો પોતાના લોકોની ઓળખ કરી શકે અને તેમની પીટાઈ ન કરી શકે. લગભગ 6 વાગે લાકડી, ડંડાથી લેસ નકાબપોશ ભીડે હુમલો કરવાનું શરૂ કર્યું. તે સમયે અંધારું હતું આથી કોણ ‘રાઈટ’ અને કોણ ‘લેફ્ટ’ વાળા છે તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. આથી કોડવર્ડ દ્વારા હુમલાખોરોએ કોને મારવા અને કોને ન મારવા તેની ઓળખ કરવાની હતી.
7 વાગ્યાની આસપાસ વીસીની પરમીશન લઈને પોલીસ અંદર ગઈ. પરંતુ ત્યાં સુધીમાં તો હુમલાખોરો ભાગી ગયા હતાં. હુમલાખોરોમાં કેટલાક જેએનયુના વિદ્યાર્થીઓ હોવાનું પણ કહેવાય છે. મોટાભાગના બહારના છે. જ્યાં હિંસા થઈ ત્યાં સીસીટીવી કેમેરા પણ પણ લાગેલા નથી. કેટલાક હુમલાખોરોની ઓળખ થઈ ગઈ છે.
આ બાજુ જેએનયુ હિંસાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યાં બાદ ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવી ગઈ છે. અધિકૃત સૂત્રોના જણાવ્યાં મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમને 3 ભાગોમાં વહેંચવામાં આવી છે. બધાનું કામ અલગ અલગ છે. એક યુનિટ હાલ જેએનયુ કેમ્પસમાં હાજર છે. જે કેમ્પસમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ ભેગા કરવા પહોંચી છે. આ ફૂટેજ હિંસાની તપાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે. બીજુ યુનિટ ઓળખાયેલા આરોપીઓની ધરપકડ કરવા લાગી છે.
ત્રીજુ યુનિટ વાઈરલ વીડિયો અને વોટ્સએપ ગ્રુપમાં હિંસા દરમિયાન વિદ્યાર્થીઓને ઉક્સાવવા અને ભેગા થવાની વાતો કરી રહેલા આરોપીઓની ઓળખ કરી રહી છે. સૌથી મહત્વનું છે નકાબપોશ લોકોની ઓળખ. હાલ તેમાં કોઈ ખાસ સફળતા તપાસ ટીમને મળી નથી. અધિકારીઓનું કહેવું છે કે કેટલીક ધરપકડ બાદ નકાબપોશના વીડિયોને જોઈને ઓલખ કરવાની કોશિશ કરાશે.
આ બાજુ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રવિવારે સાંજે થયેલી હિંસાના મામલે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પણ પોતાનો પક્ષ રજુ કર્યો છે. એબીવીપીનું કહેવું હતું કે રવિવારે સાંજે થયેલી હિંસામાં અમારો કોઈ વિદ્યાર્થી સામેલ નહતો. એબીવીપીએ કહ્યું કે ડાબેરીઓએ પ્રાયોજિત રીતે હિંસા કરી. વિદ્યાર્થી પરિષદે કહ્યું કે જેએનયુ હિંસામાં જામિયાના પણ કેટલાક લોકો સામેલ છે.
એબીવીપીનો આરોપ છે કે વામપંથી વિદ્યાર્થી સંગઠન આઈસા (AISA)ના સતીષચંદ્ર યાદવે ભીડે ઉક્સાવી, અને ડંડાથી વિદ્યાર્થીઓની પીટાઈ કરી. ડાબેરી વિદ્યાર્થીઓ સતત જેએનયુમાં ગતિરોધ કર્યા કરતા હતાં. તેમણે રજિસ્ટ્રેશન કરાવી રહેલા વિદ્યાર્થીઓના હાથમાંથી ફોર્મ છીનવીને ફાડી નાખ્યાં.