દિલ્હીની જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટીમાં થયેલી મારા-મારી મામલે હવે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ હવે દરેક એન્ગલથી કેસને તપાસી રહી છે. પોલીસે તપાસ શરૂ થતા પહેલા જણાવ્યુ હતુ કે, CCTV કેમેરાની મદદથી કેસને સોલ્વ કરવાના પ્રયાસ કરવામાં આવશે. પરંતુ સર્વર ડેમેજ થવાના કારણે પોલીસના હાથે કઈ નથી લાગ્યુ.
બધા ફોન નંબર બંધ
પોલીસને CCTV કેમેરાથી કંઈ નહી મળ્યા બાદ પોલીસ એ વોટ્સએપ ગ્રુપની તપાસ કરી જેમાં એકજૂટ થઈને હુમલા કરવાની તૈયારી કરવામાં આવી હતી. આવા અનેક ગ્રુપના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા હતા. પોલીસે જ્યારે આ સ્ક્રીનશોટ્સને એકઠા કરીને તેમાં દેખાઈ રહેલા નંબરો પર કોલ કર્યો તો કોઈ પણ નંબર પણ ફોન ન લાગ્યો. આ બધા નંબરોને સ્વીચ ઓફ કરી દેવામાં આવ્યો છે. પોલીસ હવે આ નંબરોની એ સમયની લોકેશન ચકાસી રહી છે જ્યારે JNUમાં હિંસા થઈ હતી.કોંગ્રેસે પણ JNU હિંસાને લઈને બનાવેલા વોટ્સઅપ ગ્રુપ્સના લિંક ABVP અને JNU પ્રશાસનથી જોડ્યા છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે, JNU માટે બનાવવામાં આવેલા વોટ્સઅપ ગ્રુપમાં 8 ABVPના પદાધિકારી, JNUના ચીફ પ્રોક્ટર, દિલ્હી યૂનિવર્સિટીના એક પ્રોફેસર અને બે પીએચડી સ્કોલર હતા. આ ઘટનામાં JNU પ્રશાસન, BJP સરકાર અને દિલ્હી પોલીસ બધા જ સામેલ છે.
પોલીસ પર લાગી રહ્યા છે આરોપ
જણાવી દઈએ કે, JNU કેમ્પસમાં થયેલી હિંસાને લઈને દિલ્હી પોલીસ પણ સવાલોના ઘેરામાં છે. તેના જવાબ આપતા દિલ્હી પોલીસના PRO એમએસ રંધાવા એ પ્રેસ કોન્ફ્રન્સમાં જણાવ્યુ હતુ કે, પોલીસે JNUના અંદર જવામાં વાર નથી કરી, તેમને જ્યારે સમાચારા મળ્યા તો ત્યારે જ તેઓ કેમ્પસમા ગયા. રંધાવાએ જણાવ્યુ કે, પોલીસ સમાન્ય રીતે JNUના એડમીન બ્લોક નજીક હોય છે. હિંસા ત્યાંથી દૂર થઈ હતી. સાંજે લગભગ 7:45 JNU પ્રશાસને અમને અંદર જવાનું જણાવ્યુ હતુ.
ત્યાં જ દિલ્હી પોલીસે JNU છાત્રસંઘની અધ્યક્ષ આઈશી ઘોષ અને 19 અન્ય વિરુદ્ધ 4 જાન્યુઆરીએ સર્વર રૂમમાં કથિત તોડફોડ અને સિક્યોરિટી ગાર્ડ પર હુમલાના મામલામાં FIR દાખલ કરી છે.