શિયાળુ સત્ર બાદ સુપ્રીમ કોર્ટ 6 જાન્યુઆરીએ ફરીથી એક વખત ખુલી ગઈ છે. એવામાં સુપ્રીમ કોર્ટ અનેક મહત્વના કેસો પર સુનાવણી કરશે. કહેવાય છે કે, આ મહિને સુપ્રીમ કોર્ટ 7 એવા મોટા મામલે સુનાવણી કરવાનું છે, જે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. તો ચાલો જાણીએ ક્યાં છે આ 7 મામલે…
જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો
ગત વર્ષે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબુદ કરીને રાજ્યનો વિશેષ રાજ્યનો દરજ્જો પરત લેવામાં આવ્યો હતો. જે બાદ આ નિર્ણય વિરૂદ્ધ અનેક અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ આ તમામ અરજીઓ પર 21 જાન્યુઆરીના રોજ સુનાવણી કરશે. આ અરજી પર સુનાવણી જસ્ટિસ એનવી રમન્નાના નેતૃત્વવાળી 5 જજોની ખંડપીઠ કરી રહી છે.
CAAની ગેરલાયક ઠેરવવા બાબત
સંશોધિત નાગરિક્તા કાયદાના રાજ્યસભામાં પાસ થયા બાદ સમગ્ર દેશમાં તેને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન થયું છે. આટલું જ નહી, તેના વિરોધમાં કુલ 60 અરજીઓ દાખલ કરવામાં આવી છે. જેના પર 22 જાન્યુઆરીના રોજ સુનાવણી કરવામાં આવશે.
સબરીમાલા મંદિર મામલો
સબરીમાલા મંદિર પર આપવામાં આવેલા ચુકાદાને પડકારતી પુનર્વિચાર અરજી પર સુનાવણી પણ આજ મહિને થવાની છે. નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટે આ મામલે 7 ન્યાયાધિશોને મોકલી દીધો હતો.
ચૂંટણી બૉન્ડ પર રોક
રાજનીતિક પાર્ટીઓને ગુપ્ત રીતે દાન આપવા માટેના ઈલેક્ટોરલ બોન્ડના વેચાણ પર રોક લગાવવાની અરજીઓ પર આ મહિને જ સુનાવણી થવાની છે. આ મામલે અરજી દાખલ કરનારનું કહેવું છે કે, ચૂંટણી બૉન્ડથી ભ્રષ્ટાચાર ઘણો વધ્યો છે.
રોહિંગ્યાની સ્થિતિ પર સુનાવણી
કહેવાય છે કે, આ મહિને સુપ્રીમ કોર્ટ રોહિંગ્યાની સ્થિતિ સાથે સંકળાયેલી અરજીઓ પર સુનાવણી કરી શકે છે. જાણકારી પ્રમાણે, આ મામલે સુનાવણી 10 જાન્યુઆરીના રોજ થઈ શકે છે.
મરાઠા અનામત
સુપ્રીમ કોર્ટે 22 જાન્યૂઆરીના રોજ મરાઠા અનામતની એ અરજીઓ પર સુનાવણી કરશે, જે મહારાષ્ટ્રમાં મરાઠા અનામત પર રોક લગાવવાના નિર્ણય વિરૂદ્ધ દાખલ કરવામાં આવી હતી.
BCCI સાથે સંકળાયેલ મામલા
BCCI સાથે સંકળાયેલા મામલા પર સુપ્રીમ કોર્ટ આ મહિને જ સુનાવણી કરશે. જેમાં જસ્ટિસ લોઢા સમિતિની ભલામણોમાંથી કેટલીકને BCCI પ્રમુખ હટાવવા માટે છે. આ સાથે સંકળાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી શકે છે.