શોર્ટ વીડિયો એપ Tik Tokએ ભારતમાં મોટો નિર્ણય લીધો છે. બાઈટડાન્સની સ્વામિત્વ વાળી કંપી ટિક-ટોકએ બુધવારે કહ્યું કે, પોતાના મંચમાં એવી સામગ્રિઓ હટાવશે જેમાં ધાર્મિક, રાષ્ટ્રીયતા તથા આધાર પર કોઈ વ્યક્તિ તથા સમૂહ પ્રતિ હિંસા પ્રદર્શિત હોય. કંપનીએ કહ્યું કે, તે 13 વાર્ષથી ઓછી આયુના લોકોના એકાઉન્ટ હટાવી દેવામાં આવશે.
કંપનીએ એક બ્લોગમાં કહ્યું ‘‘અમે ઇચ્છીએ છીએ કે, વપરાશકર્તાઓ ટિક-ટોકની માર્ગદર્શિકાને સમજે, તેઓ એ પણ સમજતા આવ્યા કે,અમે ક્યારે અને કેમ સામગ્રિયોના પ્રકાશિત થવાના વીષયમાં રોક લગાવ્યે છે. આજે પ્રકાશિત સામુદાયિક દિશાનિર્દેશ પહેલાના સંસ્કારણોની સરખાણીમાં ઉપયોગક્તાઓને વધુ વિગતવાર સમજાવી શકે છે.’’ કંપનીએ કહ્યું કે, વપરાશકર્તાઓને બુધવારથી તેના વીશે સૂચના મળવા લાગી છે.
ચાઈનીઝ કંપનીઓને લઈને અમેરિકામાં હંમેશા વિવાદ રહ્યો છે. પાછલા વર્ષે જાસૂસીનો આરોપ લગાવીને હુવાવે પર અમેરિકામાં પ્રતિબંધ લગાવી દીધો હતા, જોકે, થાડા મહિના બાદ તેને હટાવી પણ દીધો હતો. તે દરમિયાન હુવાવેએ પોતાના ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કર્યો હતો.
તો હવે અમેરિકાની સેતાને શોર્ટ વીડિયો એપ ટિક-ટોક(Tik Tok)એપનો ઉપયોગ કરવા પર રોક લગાવી દીધી છે. તેની પાછળ રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપ્યો હતો. રિપોર્ટ અનુસાર ટિક-ટોક એપથી સાઈબર અટેકનો ખતરો રહે છે અને તેનાથી દેશની જનતા અને સેનાની જાસૂસી થઈ શકે છે.
અમેરિકાની સેનાને ટિક-ટોક ઉપયોગ પર બેનને લઈને અમેરિકા સેનાના પ્રવક્તા લેફ્ટિનેન્ટ કર્નલ રોબિન ઓચોઆએ કહ્યું કે, સેનાને ટિક-ટોક એપ ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. શરૂઆતમાં નૌકાદળ અને સંરક્ષણ વિભાગ બંને પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.