મુંબઈ પોલીસની એન્ટી એક્સટોરશન સેલને મોટી સફળતા હાથ લાગી છે. અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમના નજીકના સાગરીત અને મોસ્ટ વૉન્ટેડ એજાજ લાકડાવાલાને મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે. મુંબઈના મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટરોમાં સામેલ એજાજ લાકડાવાલાની બિહારની રાજધાની પટનાથી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને મુંબઈ લાવવામાં આવ્યો છે. જ્યાં કોર્ટે 21 જાન્યુઆરી સુધી એજાજને પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. જણાવી દઈએ કે, મુંબઈના મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટર એજાજ લાકડાવાલાની ઉપર મુંબઈ અને રાજધાની દિલ્હીમાં અંદાજે 25 કેસો ફાઈલ છે. તે ખંડણી વસૂલવા અને હત્યા જેવા ગુનાઓમાં વોન્ટેડ છે.
મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટર એજાજ લાકડાવાલા દાઉદનો વિશ્વાસુ સાગરિત મનાય છે. 2003માં અફવાહ ફેલાઈ હતી કે, બેંગકૉકમાં દાઉદ ઈબ્રાહિમના ગેંગસ્ટરોએ કરેલા હુમલામાં તે માર્યો ગયો હતો. જો કે લાકડાવાલા આ હુમલામાં કોઈ રીતે બચી ગયો હતો. જે બાદ તે બેંગકૉકથી કેનેડા પહોંચી ગયો અને ત્યાં ઘણાં સમય સુધી રહ્યો હતો. દાઉદ ઈબ્રાહિમે છોટા રાજન સાથે હાથ મિલાવી લેતા અજાજ લાકડવાલા તેનાથી નારાજ થયો હતો.
અગાઉ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્સટૉર્શન સેલ (AEC)એ એજાજ લાકડવાલાની પુત્રી સોનિયા લાકડવાલા પર જબરદસ્તીથી વસૂલી કરવા સહિત અન્ય કેસોમાં લૂકઆઉટ નોટિસ હતી. લાકડાવાલાની પુત્રી નકલી દસ્તાવેજો મારફતે પ્રાપ્ત કરેલા પાસપોર્ટની મદદથી ભારતમાંથી ભાગવાનો પ્રયત્ન કરી રહી હતી. જે બાદ મુંબઈ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી.