અત્યાર સુધી આધાર કાર્ડમાં કોઇપણ બદલાવ કરવો હોય તો દિવસે દિવસે સુવિધા મળી રહેતી હતી. પરંતુ હવે વોટર આઇડી માટે પણ આવી જ સુવિધા મળી રહી છે. જી હાં, હવે તમારા વોટર આઈડી માટે પણ સરનામું બદલવા માટેના કામને વેલિડ ડોક્યુમેન્ટની સાથે NVSPની વેબસાઈટ પર જઈને ઓનલાઈન પર કરી શકાય છે.
સરનામુ બદલવા માટે તમારે સરનામાનો પુરાવો અને ઉંમરનો પુરાવો સાથે રાખવાનો રહેશે. ઉંમરના પુરાવા માટે તમારે 5માં, 8માં અથવા દસમાની માર્કશીટ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસંન્સ અથવા આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો. સરનામાના પુરાવા માટે તમે રેન્ટ એગ્રીમેન્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ, રેશન કાર્ડ, ઈનકમ ટેક્સ એસેસમેન્ટ ઓર્ડર, પાણી, ટેલીફોન અથવા વિજળીનું બિલ યુઝ કરી શકો છો. એડ્રેસ બદલવા માટે આ રીતે અપલાય કરી શકો છો.
NVSP ની વેબસાઈટ www.nvsp.in પર જઈને Forms પર ક્લિક કરો, ત્યાર બાદ NVSP website પર રજિસ્ટર કરવા માટે લોગઈન આઈડી ક્રિએટ કરો. હવે તમારે એડ્રેસ ચેન્જ કરવા માટે રિક્વેસ્ટ કરવાનું રહેશે જેના માટે તમારે જુના વોટર આઈડી અને EPIC નંબરની જરૂર પડશે
અહીં તમે તમારો મોબાઈલ નંબર એન્ટર કરો. તમારી પાસે OTP આવશે. ઓટીપીને વેરીફાઈ કર્યા બાદ વોટર આઈડી પરનો EPIC નંબર એન્ટર કરો. એક યુઝર માટે ફક્ત એક જ EPIC નંબર જનરેટ થાય છે. હવે ઈમેલ એડ્રેસને એડ કરીને પાસવર્ડ ક્રિએટ કરો.
હવે EPIC નંબર, પાસવર્ડવો ઉપયોગ કરીને સાઈનઈન કરો. સાઈન કર્યા બાદ ‘forms’ પર ક્લિક કરો. ફોર્મ સંખ્યા 6 પર ક્લિક કરો. ફોર્મ 6ને પહેલી વખત વોટરના રૂપમાં રજીસ્ટર કરવા પર અથવા પોતાનું વિધાનસભા ક્ષેત્ર બદલવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તમે ફોર્મને હિન્દી, અંગ્રેજી અથવા અન્ય ભાષામાં ભરી શકો છો.
હવે એ જગ્યાને પસંદ કરો જ્યાં તમે રહી રહ્યા છો અને વોટ કરવા માંગો છો. હવે ત્યાં પોતાની વ્યક્તિગત જાણકારી આપો.
તેમાં હાલનું અને જુનુ સરનામું આપો. પોતાનાં પાસપોર્ટ સાઈઝની તસ્વીર અને એડ્રેસ પ્રુફની ઈમેજ તેમજ ઉંમરનો પુરાવો અપલોડ કરીને ડિક્લેરેશન ડીટેલને ભર્યા બાદ હવે જગ્યાનું નામ અને કેપ્ચા ભરીને પેજની નીચે સબમિટ બટન દબાવો.