પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના પાટનગર ક્વેટામાં શુક્રવારે એક મસ્જિદમાં કરવામાં આવેલા શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં એક ઇમામ અને એક પોલીસ અધિકારી સહિત ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હતા. જ્યારે 19થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ધ ડોનના રિપોર્ટ અનુસાર આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ ક્વેટાની સેટેલાઇટ ટાઉનની મસ્જિદમાં થયો હતો. વિસ્તારની તમામ હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે આશરે ત્રણ દિવસ પહેલા પણ ક્વેટામાં સુરક્ષા દળોની એક ગાડી પાસે વિસ્ફોટમાં બે લોકોના મોત થયા હતા અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા.