દુબઇમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે દુબઇનો અલ મક્તૂમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાણી ભરાઇ ગયુ છે. ભારે વરસાદની અસર વિમાન સેવા પર પડી છે. જેને કારણે દુબઇમાં ઓછામાં ઓછા 300 ભારતીય ફસાયેલા છે.
દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. શનિવારે ભારે વરસાદ અને પૂરને કારણે કેટલીક વિમાન સેવાઓમાં મોડુ અથવા રદ કરવામાં આવી છે. કેટલાક પ્લેનના રૂટ પણ બદલવામાં આવ્યા છે. સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર કેટલીક ફ્લાઇટ 12થી 14 કલાક મોડી ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર જે વીડિયો શેર કરવામાં આવ્યા છે તેમાં મક્તુમ એરપોર્ટનો રન વે પાણીમાં ડુબેલો છે. મોટાભાગના ભારતીયોએ અમેરિકા માટે આગળની ફ્લાઇટ પકડવાની હતી પરંતુ એરપોર્ટ પર પાણી ભરાવાને કારણે વિમાન સેવા પર અસર પડી છે.
એમિરેટ્સ તરફથી મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યુ છે કે ભારે વરસાદને કારણે ઉડાન પ્રભાવિત થઇ રહી છે પરંતુ મુસાફરો માટે વેકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.