અમેરિકાની રીટેલ દિગ્ગજ કંપની વૉલમાર્ટ ઈન્ડિયા પોતાના એફલાઈન સ્ટોર્સ બંધ કરી શકે છે. એટલે કે, રીટેલ સ્ટોર વાળી દુકાનદારોનું કોઈ ભવિષ્ય જોવા મળતુ નથી. માહિતી અનુસાર, કંપનીએ પોતાના એક-તૃતીયાંશ અધિકારીઓને છૂટા કર્યા છે. કર્મચારીઓને છૂટા કરવાનો બીજો રાઉન્ડ એપ્રિલથી શરૂ થશે. વૉલમાર્ટ દુનિયાની સૌથી મોટી રીટેલ કંપની છે.
વોલમાર્ટે મુંબઈ સ્થિત પોતાનું સૌથી મોટું વેયરહાઉસ બંધ કરી દીધુ છે. તેમણે રીટેલ સ્ટોર્સના વિસ્તાર પર વિરામ લગાવી દીધો છે. માનવામાં આવી રહ્યું છે કે, કંપની ઓફલાઈન રીટેલ ઓપરેશન્સને વેચી શકે છે તથા તેને પોતાના ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટની સાથે મર્જ કરી શકે છે. જે તેણે 2018માં 16 અરબ ડોલરમાં ખરીદી હતી. હજુ ફ્લિપકાર્ટ પણ નુકસાનમાં ચાલી રહી છે. માર્ચ 2019માં નાણાકીય વર્ષ દરમિયાન 17,231 કરોડ રૂપિયા (2.42 અરબ ડોલર)નું નુકસાન થયું હતું.
વોલમાર્ટે લગભગ એક દાયકા પહેલા ભારતમાં રીટેલ ઓપરશન્સની શરૂઆત કરી હતી, પરંતુ તેને ખૂબ સંધર્ષ કરવો પડ્યો હતો. તેના આ સંઘર્ષનું કારણ ભાડાની દુકાનદારોના સંરક્ષણ માટે બનાવવામાં આવેલી સરકારી નીતિઓ છે. ભારતમાં એક કરોડથી પણ વધુ ભાડાના સ્ટોર્સ છે, જેને લઈને સરકાર પર સતત વિદેશી રીટેલ કંપનીઓ પર લગામ આપવા પર દબાણ બન્યું છે.
તો આ નવા ઘટનાક્રમ પર વોલમાર્ટનું કહેવુ છે કે, તે હંમેશાથી પ્રયત્નો કરી રહી છે કે, વેપારને ચલાવવા માટે વધુ અસરકારક પદ્ધતિઓ શોધવી જોઈએ. કંપની અનુસાર
આ અંતર્ગત તેમણે સમયાંતરે તેના કોર્પોરેટ સ્ટ્રક્ચરની સમીક્ષા કરતા રહેવું પડશે.