પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન આ વર્ષે ભારતનો પ્રવાસ કરી શકે છે. આ વર્ષે જુલાઈમાં ભારતમાં યોજાનારા શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની વાર્ષિક બેઠક માટે ભારત ઈમરાન ખાનને આમંત્રણ આપશે. આ પ્રથમ વખત હશે, જ્યારે ભારત 8 દેશોના આ વૈશ્વિક સંગઠનને હોસ્ટ કરશે.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ પ્રમાણે, હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે, ભારતના આ આમંત્રણનો પાકિસ્તાન સ્વીકાર કરશે કે કેમ? જો કે પ્રોટોકોલ અને સમ્મેલન પ્રમાણે, પાકિસ્તાનના પ્રધાનમંત્રીને આ બેઠકમાં સામેલ થવા માટે ભારત તરફથી આમંત્રણ આપવામાં આવશે. આ પાકિસ્તાન પર નિર્ભર છે કે, તે આ બેઠકમાં સામેલ થવા માંગે છે કે કેમ
જણાવી દઈએ કે, ભારત ઉપરાંત પાકિસ્તાન, રશિયા, કજાખિસ્તાન, ચીન, તજાકિસ્તાન, કિર્ગિસ્તાન અને ઉજબેકિસ્તાન વગેરે SCOના સભ્યો છે. SCOના મહાસચિવ વાલ્દિમીર નૌરોવનું કહેવું છે કે, આ વખતે સંગઠનની વાર્ષિક બેઠક ભારતમાં આયોજિત કરાશે. આ પ્રથમ વખત હશે, જ્યારે ભારત તેને હોસ્ટ કરશે.