મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પરિવારના કેટલાક સભ્યો માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા હતા. આ અકસ્માત મુંબઈ નાસિક હાઇવે પર બન્યો હતો. તેઓ શિરડી જઇ રહ્યા હતા ત્યારે તેમની કારનો અકસ્માત સર્જાયો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં સીએમ ઠાકરેની સાસુ અને અન્ય એક નજીકના સંબંધી ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં તેના પરિવારના કેટલાક અન્ય સભ્યો પણ ઘાયલ થયા હતા, જ્યારે એક વ્યક્તિના મોતની પણ જાણકારી પણ સુત્રો દ્વારા મળી રહી છે.