દુનિયાની જાણીતી ઈ-કૉમર્સ કંપની એમેઝોને ભારતમાં નાના અને મધ્યમ ક્રમના એકમોને ડિજિટલ બનાવવા માટે એક અરબ ડૉલર (7000 કરોડ રુપિયા)નું રોકાણ કરવાની જાહેરાત કરી છે. વિશ્વના સૌથી ધનાઢ્ય અને એમેઝોનના મુખ્ય કાર્યકારી અધ્યક્ષ જેફ બેજોસે બુધવારે અહી સબંધન કરતા મોટી જાહેરાત કરી છે. બેજોસે જણાવ્યું કે, કંપની પોતાની વૈશ્વિક પહોંચ મારફતે 2025 સુધી 10 અરબ ડૉલરના “મેક ઈન ઈન્ડિયા” ઉત્પાદકોની નિકાસ કરશે. બે દિવસના આ સમ્મેલનમાં આ વાત પર ચર્ચા કરવામાં આવશે કે, કેવી રીતે લઘુ અને મધ્યમ ક્રમના એકમોને ટેક્નોલોજી પ્રત્યે જાગૃત કરી શકાય છે.
બેજોશે વધુમાં જણાવ્યું કે, 21મી સદીમાં ભારત અને અમેરિકા ગઠબંધન સૌથી મહત્વપૂર્ણ હશે. બેજોસ આ અઠવાડિયું ભારતની યાત્રા પર રહશે. આ દમરિયાન તેઓ ઉચ્ચ સરકારી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે.
જણાવી દઈએ કે, એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસ પાસે 11,600 કરોડ ડૉલર (અંદાજે 8.23 લાખ કરોડ રુપિયા)ની કુલ સંપત્તિ છે. ગત વર્ષે માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે સંપત્તિ મામલે જેફ બેજોસને પાછળ છોડ્યા હતા. જો કે એમેઝોનના શેરોમાં આવેલી તેજીના પગલે જેફ બેજોસ ફરી વિશ્વના ધનાઢ્ય વ્યક્તિ બની ગયા છે.