ચીનની શોર્ટ વીડિયો મેકિંગ એપ TikTok ફક્ત ભારતમાં જ નહી પણ દુનિયાભરમાં ખુબજ લોકપ્રિય છે.2019માં આ દુનિયાની સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવેલી એપ બની ચુક્યુ છે. એક રિપોર્ટ અનુસાર Whatsapp પછી દુનિયાભરમાં સૌથી વધુ TikTok ડાઉનલોડ થાય છે.
ડિસેમ્બરમાં TikTokની કમાણી 40 મિલિયન ડૉલર થઈ છે. કમાણીના મામલે આ એપ 7માં સ્થાને રહ્યુ. TikTokની સૌથી વધુ કમાણી ચીનમાંથી થાય છે બીજા નંબર પર અમેરિકા છે.
રિપોર્ટ અનુસાર 2019માં TikTok 700 મીલિયનથી વધારે વખત ડાઉનલોડ થયુ. આ આંકડાઓ 1 જાન્યુઆરી 2019થી 31 ડિસેમ્બર 2019 સુધીના છે. જેમાં દુનિયાભરના આઈફોન, આઇપેડ અને Google Play સ્ટોરનો સમાવેશ થાય છે. ગયા વર્ષે એપને 45 ટકા ભારતમાં ડાઉનલોડ કરવામાં આવી. 2019માં પહેલા નંબરે ભારત અને બીજા નંબરે બ્રાઝીલમાં એપ ડાઉનલોડ કરવામાં આવી.