ઓરિસ્સા: કટકના નરગુંડી રેલવે સ્ટેશન પાસે મુંબઈ-ભુવનેશ્નર લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસ પાટાઓ પરથી નીચે ઉતરી ગઇ છે. આ ઘટનામાં કેટલાક યાત્રીઓ ઘાયલ હોવાના સમાચાર છે. ટ્રેન પાટા પરથી કયા કારણે નીચે ઉતરી ગઇ છે તેનો ખુલાસો હજું સુધી થયો નથી. જો કે, સૂચના મળતા જ રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આ ઘટનામાં કોઈના પણ મોતના સમાચાર નથી. જોકે, 40 યાત્રીઓ ઘાયલ છે, જેમાંથી 6ની હાલત ગંભીર છે. ઘટનાની સૂચના મળતાની સાથે જ રેલવે એક્સીડેન્ટ મેડિકલ વૈન ઘટનાસ્થળ માટે રવાના થઇ ગઇ છે. અકસ્માતની પાછલ ધૂમ્મસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટના સ્થળ પર પહોંચેલ રાહત ટીમ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડી રહી છે. વહેલી સવારે સલગાંવ અને નેરગુંડી સ્ટેશન વચ્ચે ઘટના ઘટી છે.