જો તમે HDFC બેંકના ગ્રાહક છો, તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. હકીકતમાં, બેંકની નેટ બેંકિંગ સહિત ઘણી આવશ્યક સેવાઓ 11 કલાક માટે બંધ રહેશે. આ સંદર્ભે, બેંક દ્વારા ગ્રાહકોને એક ચેતવણી સંદેશ પણ મોકલવામાં આવ્યો છે.
બેંકે શું કહ્યું?
બેંકે તેના ચેતવણી મેસેજમાં કહ્યું છે કે, શેડ્યૂલ મેન્ટેનન્સને લીધે, 18 જાન્યુઆરી 2020 ના રોજ બપોરે 1 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી, IVR પર નેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, ફોન બેન્કિંગ અને ક્રેડિટ કાર્ડ સેવાઓ બંધ રહેશે.
તેનો અર્થ છે કે ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ શુક્રવારની રાત્રે 1 વાગે શનિવારની બપોરે 12 વાગ્યા સુધી ઓનલાઇન સર્વિસનો લાભ નહીં લઇ શકાય.
ગયા મહિને આવી હતી મુશ્કેલી
ગયા મહિને HDFC બેંકની નેટબેકિંગ અને મોબાઇલ બેકિંગ સર્વિસમાં ઘણી વખત ગરબડ જોવા મળી હતી.તેના કારણે ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, HDFC બેંકં હાલ ગ્રામીણ વિસેતારમાં ગ્રામીણ સાથે જોડાવા માટે એક ખાસ પહેલ છે. આ હેઠળ બેંકે એક ટ્રોલ ફ્રી નંબર લોન્ચ કર્યો છે.
આ ટોલ ફ્રી નંબર પર કોલ કરીને ગ્રામીણ વિસ્તારના ખેડૂત બેકિંગ સાથે જોડાયેલી સેવા કામ કરશે. HDFC બેંકનો ટોલ ફ્રી (1800 120 9655) ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ (IVR) નંબર છે.
ખેડૂતોને 1800 120 9655 નંબર ડાયલ કરીને ફક્ત પિન કોડ નંબર નાંખ્યા બાદ HDFC બેંકની નજીકની બ્રાંચમાં હાજર પ્રતિનિધિ ખેડૂત સાથે વાત કરી અને તેમની જરૂરીયાત પૂર્ણ કરશે.