આજનો યુગ ટેકનોલોજી આધારીત યુગ હોવાથી દરરોજ વિશ્વમાં નવી-નવી ટેકનોલોજીનો આવિષ્કાર થતો જ રહે છે. પ્રથમ લોકો ફીચર ફોનનો વપરાશ કરતા હતા, તેમાંથી ધીર-ધીરે લોકો સ્માર્ટફોન તરફ વળ્યા છે, ત્યારે હવે તમને જાણીને હેરાનગતિ થશે કે, હવે તમારા ઘરની છત પર સ્માર્ટ પંખો પણ લાગવા માટે તૈયાર છે. લગ્ઝરીસ ફેન બનાવનાર કંપની Luxaire એ પોતાનો પ્રથમ IoT એનેબલ સ્માર્ટફેન લોન્ચ કર્યો છે. કંપનીએ પોતાના આ સ્માર્ટ પંખાનુ નામ Lux 5130 રાખ્યું છે. આ પંખાની કિંમત સાંભળીને જ ખબર પડી જાય છે કે, આ કોઈ સામાન્ય પંખો નથી, પરંતુ ખાસ ફીચર્સ લેસ સીલિંગ ફેન છે.
આ સ્માર્ટ પંખાની 1 લાખ 25 હજાર કીંમત
Luxaireએ આ સ્માર્ટપંખાની કિંમત 1 લાખ 25 હજાર રૂપીયા રાખી છે. આ પંખો 10 વર્ષની વોરંટી સાથે આવે છે, આ પંખાને લઈને કંપનીએ દાવો કર્યો છે કે, અત્યાર સુધી બજારમાં સૌથી વધારે વોરંટી આપનાર પંખો છે. Lix 5130 ફેન Lixaire ના શો રૂમ બેંગલુરુ, હૈદરાબાદ સહીત કંપનીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. વુડેન બ્લેડ ડિઝાઈન, ગ્લોસ અને પ્રિમિયમ ફિનિશવાળો આ ફેન 4 બ્લેડ સાથે આવે છે. આ પંખાને વ્હાઈટ મોટર સાથે મેટ વ્હાઈટ બ્લેડ, બ્લેક મોટરની સાથે વોલનટ કલરની બ્લેડમાં ઉપલબ્ધ કરવામા આવ્યો છે.
બોલ કરી કરો કંટ્રોલ
યુઝર્સ આ ફેનને WizLr થી કંટ્રોલ કરી શકે છે. જેને તેઓ આ ફેનની સ્પીડ અને મોડ્સને મેનેજ કરવામાં મદદ કરી શકે છે. એટલે કે, તેને વોઈસથી કમાન્ડ આપી શકાય છે. આ સ્માર્ટફેન એલેક્સા, ગૂગલ આસિસ્ટેન્ટ અને સીરીને સપોર્ટ કરે છે. કંપનીએ તેમ પણ કહ્યું છે કે, આ સ્માર્ટ પંખાને ગ્રાહક તેવી જ રીતે કંટ્રોલ કરી શકે છે, જેવી રીતે TVને કરી શકાય છે.
પંખામાં હાજર મોટરની નીચે LED લાઈટ પણ આપવામાં આવી છે. જે 2વોટWatts ની wart white 3000K LED લાઈટ સાથે આવે છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ ફેન 218PMની ટોપ સ્પીડની સાથે હાજર કરવામાં આવ્યો છે. સાથે જ કંપનીએ તેમ પણ કહ્યું છે કે, આ સ્માર્ટ ફેનની સામાન્ય ફેન કરકા 70 ટકા એનર્જીને બચાવે છે.