પાડોશી દેશ પાકિસ્તાનની ઈકોનોમીનુ સંકટ ઈમરાનખાન સરકાર માટે ચિંતાનો વિષય બની રહ્યુ છે.
પાકિસ્તાનમાં વધતી જતી મોંઘવારીની ચપેટમાં હવે લોટ પણ આવી ગયો છે.પાકિસ્તાનમાં એક કિલો લોટ 62 રુપિયાના ભાવે વેચાઈ રહ્યો છે.ઘઉંના લોટની અછતના કારણે ભાવ વધી રહ્યા છે.
કેટલાક વિસ્તારોમાં 10 કિલો લોટ 700 રુપિયાના ભાવે મળી રહયો છે.જે પહેલા 450 રુપિયામાં મળતો હતો.લાહોરના ફ્લોર મિલ એસોસિએશને લોટના ભાવમાં 6 રુપિયા પ્રતિ કિલોનો વધારો કરી દીધો છે.
ઈમરાનખાન સરકારે તમામ રાજ્ય સરકારોને ખાવા પીવાની વધતી જતી કિંમતો પર લગામ લગાવવા માટે શનિવારે જ આદેશ આપ્યો હતો.જોકે મોંઘવારી વધી જ રહી છે.પાકિસ્તાનના ખૈબર પખ્તૂન્વા પ્રાંતમાં તો ઢાબાઓ અને રેસ્ટોરન્ટના માલિકોએ લોટના વધતા જતા ભાવ સામે હડતાળ પર જવાની ધમકી આપી છે.સંસાયલકોને એસોસિએશને સરકારને કહ્યુ છે કે, કાંતો લોટના ભાવ ઘટાડાય કાં તો નાન અને રોટલીની કિંમત વધારવા માટે પરવાનગી આપવામાં આવે.
જોકે સરકારે ઘઉંની અછતની વાતને ખોટી ગણાવી છે.સરકારનુ કહેવુ છે કે, હજી પણ 40 લાખ ટન ઘઉંનો જથ્થો અનામત પડ્યો છે.