વિશ્વ અત્યંત સાહસિક લોકોથી ભરપૂર છે. જો લોકો પાક્કો ઈરાદો રાખે છે તે ક્યારેય નિષ્ફળ કે પાછા પડતા નથી. અને આ સાહસિકો જે કાર્યમાટે નિકળે તેમનાં ઈરાદાઓ અને સંકલ્પથી પૂર્ણ કરે છે. તો આવીજ એક સાહસવીર યુવતિ છે. જેનું નામ સોફિયા છે. સોફિયાએ હિમ્મત વાળું જે ઉત્કૃષ્ટ ઉદારણ આપ્યું છે. તે ખરેખર પ્રંશસનીય છે. ઉલ્લેખનીય છે કે સોફિયાએ 87 દિવસમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી રન લગાવી હતી.

સોફિયાનું નામ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાખલ થયું છે. તેણે વર્લ્ડ રેકોર્ડનું સર્ટીફિકેટ પણ મળ્યું છે. 87 દિવસોમાં સોફિયાએ ટોટલ 4,035 કિલોમિટરની દોડ પૂર્ણ કરી હતી. સોફિયાએ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાખલ થવાની વાત તેમણે લોકોની સામે ફેસબુક એકાઉન્ટ દ્રારા સામે રાખી હતી.

પહેલા સોફિયાનો ટાર્ગેટ આ દોડને 100 દિવસોમાં પૂર્ણ કરાવનો હતો. પરંતુ મક્કમ ઈરાદો અને મજબૂત વિશ્વાસને કારણે તેમણે ઓછા સમયમાં જ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કર્યો છે. 25 એપ્રિલ 2019માં તેમણે શ્રીનગરથી શરૂઆત કરી હતી. જાણકારી માટે તમને જણાવી દઈએ કે સોફિયા એક સૂફી રનર છે.
વર્ષ 2018માં સોફિયાએ 16 દિવસોમાં 720 કિલો મીટરની દોડ લગાવી હતી. ત્યાર બાદ તેમનું નામ ઈન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં દાખલ થયું હતું. સોફિયા એરલાઈનમાં કામ કરતી હતી. દોડ માટે તેમનો જુનુન એ હદ સુધી હતું કે તૈયારી માટે તેમણે નોકરી છોડી દીધી હતી. હેરાનીની તો એ વાત છે કે સોફિયાની ઉંમર ફક્ત 33 વર્ષની છે.
સોફિયા જે પણ શહેરથી પસાર થતી તો લોકો પણ તેમની સાથે દોડતા હતા. તેમનું અભિવાદન પણ કરતા હતા તે લોકોને દોડવા માટે પણ પ્રેરિત કરતા હતા. સોફિયાને સલામ બને છે.