LIC ટૂંક સમયમાં લગભગ બે ડઝન યોજનાઓ બંધ થવા જઈ રહી છે. જેમાં LIC New Jeevan Anand,જીવન ઉમંગ, જીવન લક્ષ્ય જેવા લોકપ્રિય પ્લાન પણ સામિલ છે. મળેલી જાણકારી અનુસાર ઇન્શ્યોરેન્સ રેગુલેટરી બોર્ડના માર્ગ દર્શનનું પાલન કરતા આ યોજનાઓને 1 ફેબ્રુઆરીને નવેસરથી લોન્ચ કરવામાં આવશે.
શક્યતા છે કે નવી યોજનાઓ પર ફક્ત રિટર્ન જ ઓછું નહીં મળે, તે ઉપરાંત તેનું પ્રીમિયમ પણ વધી શકે છે. આ કારણથી LIC એજન્ટ ગ્રાહકોને 31 જાન્યુઆરી પહેલાં આ યોજનાઓમાં રોકાણ કરવાની સલાહ આપી રહ્યાં છે.
કઇ યોજનાઓ બંધ થાય છે ?
રેગુલેટરી બોડી ઇન્શ્યોરેન્સ પ્રોડક્ટ્સને ગ્રાહકો માટે વધુ ફાયદાકીય બનાવા ઇચ્છે છે. તે સાથે જ ગ્રાહકોને ખોટી રીતે લોભીને પોલીસી વેચવા પર રોક લગાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. LIC જે પોલીસીને બંધ કરવા જઇ રહી છે, તેમાં નોન લિંક્ડ ઇનડિવિઝ્યુઅલ ઇન્શ્યોરન્સ પ્લાન, યૂનિટ લિંક્ડ ઇનડ્યુવિઝલ ઇન્શ્યોરન્સ પ્લાન, એક રાઇડર પ્લાન અને તીન નોન લિંક્ડ ગ્રુપ ઇન્શ્યોરન્સ પ્લાનનો સમાવેશ થયો છે.
LICના જે નોન લિંક્ડ ઇનડિવિઝ્યુઅલ ઇન્શ્યોરન્સ પ્લાનને બંધ કરવામાં આવી રહ્યો છે. તેમાં સિંગલ પ્રીમિયમ એન્ડાઉમેન્ટ પ્લાન, ન્યૂ અનડાઉમેન્ટ પ્લાન, ન્યૂ મની બેક-20 યર, ન્યૂ જીવન આનંદ, અનમોલ જીવન 2, લિમિટેડ પ્રીમિયમ અનડાઉમેન્ટ પ્લાન, ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાન, જીવન લક્ષ્ય, જીવન તરુણ, જીવન લાભ, ન્યૂ જીવન મંગલ, ભાગ્ય લક્ષ્મી પ્લાન, આધાર સ્તંભ, આધાર શિલા, જીવન ઉમંગ, જીવન શિરોમણી, વીમા શ્રી અને LIC માઇક્રો બચત સામેલ છે.
નોંધનીય છે કે, LICએ પોતાના યૂનિટ લિંક્ડ પ્લાન ન્યૂ એનડાઉમેન્ટ પ્લાનને બંધ કરવાનો નિર્ણય કર્યો છે, ત્યાં LIC પ્રિમિયમ વેવર બેનિફિટ રાઇડરને સમાપ્ત કરવામાં આવશે.