ક્યારેક ક્યારેક પતિ-પત્ની સામે એવી પરિસ્થિતિ સર્જાઈ જતી હોય છે કે તેઓ ઈચ્છે તો પણ કંઈ કરી શકે તેમ ના હોય. આવી જ એક ઘટના ઉત્તરાખંડના કાશીપુરમાં બની છે. અહીંયા પતિએ કોલગર્લ બોલાવી હતી. જ્યારે તેની સામે કોલગર્લ આવી તો તેને ઘેરો આઘાત લાગ્યો હતો. કાશીપુરમાં આ વાત ચોરે ને ચોટે ચર્ચાય છે.
પતિએ વ્હોટ્સ એપ દ્વારા એક મહિલા દલાલનો સંપર્ક કર્યો હતો અને તેની સામે કોલગર્લની ડિમાન્ડ રાખી હતી. જ્યારે તે વ્યક્તિ પાસે કોલગર્લ ગઈ તો તે કોલગર્લ બીજું કોઈ નહીં પરંતુ તેની પત્ની જ હતી. બંને વચ્ચે મારામારી થઈ હતી. બંનેએ પોલીસ સ્ટેશનમાં એકબીજા વિરુદ્ધ કેસ કર્યો છે.
ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં આવેલા દિનેશપુરમાં રહેતા યુવકના લગ્ન કાશીપુરની આઈટીઆઈમાં ભણતી યુવતી સાથે થયા હતા. જોકે, લગ્ન બાદ યુવતીએ મોટાભાગનો સમય પિયરમાં પસાર કર્યો હતો. તે સાસરે ભાગ્યે જ જતી હતી.
એક દિવસ યુવતીની એક બેનપણીએ તેના પતિને કહ્યું હતું કે તારી પત્ની કોલગર્લ તરીકે કામ કરે છે. પત્નીની બેનપણીએ આ વાત એટલા માટે કહી દીધી કે બંને વચ્ચે કોઈ વાતને લઈ ઝઘડો થયો હતો.
ત્યારબાદ પતિએ શ્યામપુરમમાં રહેતી મહિલા દલાલનો સંપર્ક કર્યો હતો. યુવકે દલાલ પાસે કોલગર્લ જોઈએ તેવી વાત કરી હતી. ત્યારબાદ મહિલા દલાલે તે યુવકને કેટલીક મહિલાઓની તસવીરો મોકલી હતી, જેમાંથી યુવકે પોતાની પત્નીની તસવીર શોધીને તેને પસંદ કરી લીધી હતી. મહિલા દલાલનો નંબર પત્નીની બેનપણીએ જ આપ્યો હતો.
યુવકે પોતાની પત્નીની તસવીર મહિલા દલાલને મોકલીને તેને બુક કરવાનું કહ્યું હતું અને એડ્રેસ આપ્યું હતું. ત્યારબાદ નિર્ધારિત સમય પર પત્ની તે જગ્યા પર પહોંચી ગઈ હતી. જોકે, તેને એ વાતનો સહેજય અંદેશો નહોતો કે ગ્રાહક તરીકે તેનો પતિ જ નીકળશે. જ્યારે તે યુવતીએ દરવાજો ખોલ્યો તો તેના પતિએ દરવાજો ખોલ્યો હતો. આ સમયે પત્ની એકદમ ડરી ગઈ હતી. જોકે, થોડી ક્ષણો બાદ જ બંને વચ્ચે બરાબરનો ઝઘડો થયો અને એકબીજા સાથે મારપીટ કરી હતી.
પતિ-પત્નીએ પોલીસ સ્ટેશનમાં એકબીજા વિરુદ્ધ ફરિયાદ કરી છે. પત્નીએ આરોપ લગાવ્યો છે કે તેના પતિના તેની બેનપણી સાથે સંબંધ છે. પતિએ પત્ની કોલગર્લ હોવાની વાત કરી હતી. હવે પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.