ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને માનસિક અને શૈક્ષણિક સહાય માટે શિક્ષણ વિભાગની મહત્વની પહેલ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬થી ધોરણ-૧૦ (SSC) અને ધોરણ-૧૨ (HSC) ની વાર્ષિક પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. આ મહત્વપૂર્ણ પરીક્ષાઓ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓ ગભરાટ કે મુંઝવણ વગર પેપર લખી શકે તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અભિનવ પગલું ભરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસને જાળવી રાખવા માટે દરેક તાલુકામાં વિષય નિષ્ણાંતો અને અનુભવી સલાહકારોની નિમણૂક કરવામાં આવી છે.
તાલુકાવાર માર્ગદર્શકો અને તેમના સંપર્ક નંબર
પરીક્ષા પૂર્વે કે પરીક્ષાના દિવસો દરમિયાન કોઈ પણ સમસ્યા હોય તો વિદ્યાર્થીઓ નીચે મુજબના નિષ્ણાંતોનો ટેલિફોનિક સંપર્ક કરી શકશે:
-
ધ્રાંગધ્રા: શ્રી કે.એસ. ડાભી (૯૮૭૯૬૩૬૯૧૦) અને શ્રી રાકેશભાઈ શુકલા (૯૪૨૮૩૨૯૩૯૪)
-
પાટડી: શ્રી જિગરભાઈ જાની (૯૯૯૮૪૭૨૬૦૨) અને શ્રી અનિલભાઈ ગોહિલ (૯૬૨૪૨૨૦૫૪૩)
-
ચોટીલા: શ્રી રમેશભાઈ હડાળિયા (૯૯૭૪૬૦૨૬૯૨) અને શ્રી ઋતુરાજસિંહ ઝાલા (૯૭૨૫૨૩૦૩૦૯)
-
સાયલા: શ્રી એચ.ડી. ઠાકર (૯૮૨૫૨૫૧૨૦૩) અને શ્રી જયેશકુમાર નાયી (૮૮૪૯૧૩૪૯૫૭)
-
થાનગઢ: શ્રી પી.એમ. ઝાલા (૯૪૨૯૧૬૩૩૩૪) અને શ્રી ધનિબેન વણોલ (૭૬૯૮૯૧૨૪૪૩)
-
લીંબડી: શ્રી હિતેષભાઈ પંડ્યા (૯૮૨૪૫૬૭૮૯૯) અને શ્રી મુળીયા પરીમલભાઇ (૯૯૭૮૦૯૬૬૫૮)
-
ચુડા: શ્રી હિતેષભાઈ કણઝરીયા (૯૫૧૦૯૫૨૯૫૪) અને શ્રી સુરેશભાઈ ધોરીયા (૯૨૯૫૬૦૪૩૭૬)
-
લખતર: શ્રી કેતનભાઈ પટેલ (૯૮૨૪૦૧૧૯૬૩) અને પ્રિયાબેન ડોડીયા (૭૮૭૪૭૭૪૫૧૧)
-
મૂળી: શ્રી વારીશભાઈ ભટ્ટા (૯૧૭૩૧૮૬૦૦૧) અને શ્રી ભરતકુમાર પટેલ (૯૪૨૯૭૭૦૮૨૫)
-
વઢવાણ/સુરેન્દ્રનગર શહેર: શ્રીમતિ સરીતાબેન પરમાર (૯૮૭૯૪૭૯૦૧૩) અને શ્રી પંકજભાઈ યાદવ (૯૪૨૬૯૫૨૨૭૦)
શાળાઓના આચાર્યોને કડક સૂચના
જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના આચાર્યોને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે, આ કાઉન્સેલિંગ સુવિધાની જાણ દરેક વિદ્યાર્થી અને વાલી સુધી પહોંચાડવામાં આવે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પરીક્ષાના હાઉમાંથી મુક્ત કરી, એક ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવાનો છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ કે માનસિક દબાણ અંગે આ નિષ્ણાંતો સાથે ખુલ્લા મને ચર્ચા કરી શકશે.

