અમેરિકામાં ટ્રમ્પ સરકાર વિઝા પર નવા કેટલાક નવા નિયમો લાગુ કરવા જઇ રહી છે. આ નિયમો હેઠળ ગર્ભાવતી મહિલા અમેરિકા નહીં જઇ શકે. એટલે કે પોતાનું બાળક અમેરિકામાં જન્મીને ત્યાનો પાસપોર્ટ મળી જાય, તે માટે અમેરિકા જવા ઇચ્છતી મહિલાઓ પર પ્રતિબંધો લાગુ કરવામાં આવશે. આ નિર્ણય આજથી 23 જાન્યુઆરીના રોજથી લાગુ કરવામાં આવશે.
નવા નિયમથી ગર્ભવતી મહિલાઓને પર્યટન વિઝા પર મુસાફરી કરવી મુશ્કેલ બનશે. નિયમમાં કહેવામાં આવ્યું છે કે, વિઝા મેળવવા માટે વ્યક્તિએ કાઉન્સલ ઓફિસરને અમેરિકા જવા માટે કોઇ ચોક્કસ કારણ જણાવું પડશે છે. પ્રશાસન તમામ પ્રકારના ઇમિગ્રેશન પર પ્રતિબંધ મૂકી રહ્યો છે, તેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખાસ કરીને ‘જન્મેલા નાગરિકત્વ’ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. આમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલા નોન-અમેરિકન નાગરિકોના બાળકોના નાગરિકતાના અધિકારને નાબૂદ કરવાનો છે.
અમેરિકામાં ‘બર્થ ટૂરિઝમ’નો વધુ પડતો વિકાસ
અમેરિકા અને વિદેશમાં ‘બર્થ ટૂરિઝમ’નો વધુ પડતો વિકાસ થાય છે. અમેરિકન કંપનીઓ પણ આ માટે જાહેરાત કરે છે અને હોટલના રૂમો અને મેડિકલ સુવિધાઓ વગેરે માટે 80,000 ડોલર વસુલ કરે છે. રશિયા અને ચીન જેવા દેશોની ઘણી મહિલાઓ બાળકોને જન્મ આપવા માટે અમેરિકા આવે છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી અમેરિકા આ પ્રકાર વિચાર ધરાવતા લોકો સામે કડક પગલાં લઈ રહ્યું છે.