દેશની VIP ટ્રેનોમાંની એક તેજસ એક્સપ્રેસ જે બુધવારે (22 જાન્યુઆરી) પશ્ચિમી રેલ્વે પર ટેકનીકલ ખામીના કારણે દહિસર અને ભાઈંદર વચ્ચે લગભગ 85 મિનિટ મોડી પડી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રૂટમાં ઓવરહેડ વાયરમાં સમસ્યાના કારણે આ ટ્રેન મોડી પડી હતી અને બપોર 12 વાગ્યે અપ લાઇન પર ટ્રેન ટ્રાફિક પણ ખોરવાયો હતો.
તમને જણાવી દઈએ કે, તેજસ એક્સપ્રેસ એકમાત્ર એવી ટ્રેન છે જે પોતાના મુસાફરોને મોડી લાવે તો તેમને નિયમ અનુસાર વળતર પણ આપવામાં આવે છે.અમદાવાદ-મુંબઇ તેજસ એક્સપ્રેસમાં 630 જેટલા મુસાફરો સવાર હતા. જે ટ્રેનના મોડું થવાને કારણે મિનિટના વિલંબથી તેમના મુકામ પર પહોંચ્યા હતા. જેમ કે તેઓ વળતર મેળવવા માટે હકદાર છે. નોંધપાત્ર વાત એ છે કે તેજસને 19 જાન્યુઆરીથી સત્તાવાર રીતે અમદાવાદથી મુંબઇ ચલાવવામાં આવી હતી. આ દેશની બીજી ખાનગી ટ્રેન છે.
શું છે નિયમ
જણાવી દઈએ કે, તેજસ ટ્રેન એક કલાકથી વધારે મોડી પડે તે તમામ યાત્રિકોને 100 રુપિયા અને તેનાથી વધારે મોડી થાય તો 250 રુપિયા આપવામાં આવે છે. આ બીજી ઘટના છે જેમાં તેજસ એક્સપ્રેસના યાત્રિકોને વળતર આપવામાં આવી રહ્યુ છે.