દેશની ગગડતી અર્થવ્યવસ્થા અને કથિત મંદીના સમય વચ્ચે 23 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ વાળી NDA સરકારે અનેક સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ જાહેર કરી છે. જાહેર કરેલા આંકડાઓ અનુસાર, લગભગ 7 લાખ પદો ખાલી છે. તેમાં સૌથી વધારે Group Cમાં નોકરીઓ છે. Group Cમાં લગભગ લાખ 75 હજાર જગ્યાઓ ખાલી પડી છે. મળતી માહિતી મુજબ, મોદી સરકાર આ જગ્યાઓ પર જલદી ભરતી કરશે.
Group Bમાં લગભગ 90 હજાર અને Group Aમાં લગભગ 20 હજાર જગ્યા ખાલી છે. જણાવી દઈએ કે, Group Bની નોકરીઓમાં Police Head Constables, Junior Engineers, TTEs, Tax Assiatnst, Stenographers અને Typist વગેરે આવે છે.
આ વચ્ચે, વિવિધ મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે, સરકારે આ જગ્યાઓને ભરવાના આદેશ આપ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે, તે નોકરીઓ પર ભરતી માટે વ્યવસ્થિત રીતે ભરતી અભિયાન ચલાવી શકે છે.
Department of Personnel & Trainingએ તેના માટે બધા મંત્રાલયો અને વિભાગોને અગાઉ પત્ર પણ લખી ચુક્યા છે. 21 જાન્યુઆરીએ આ બાબતે લખવામાં આવેલા પત્રમાં કેન્દ્રને 7 લાખ પદોને ઝડપથી ભરવા માટે ઉચિત પગલા લેવા માટે કહેવામાં આવ્યો છે.
કેટલીક રિપોર્ટમાં આ પત્રના હવાલાથી જણાવવામાં આવ્યુ છે કે, રોકાણ અને વિકાસ પર કેબિનેટ સમિતિની 23 ડિસેમ્બર 2019ના રોજ થયેલી બધા જ મંત્રાલયો/વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓને ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે.