ચીનમા ભયંકર રોગચાળાનુ રૂપ લેનાર કોરોના વાયરસે છેલ્લા 24 કલાક દરમિયાન 24 લોકોનો ભોગ લીધો છે તેમજ ચેપના કારણે 769 નવા કેસ નોંધાયા છે.
ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ(એનએચસી)એ સોમવારે જણાવ્યુ કે, દેશના 30 વિસ્તારોમા રવિવારે કોરોના વાયરસના નવા 769 કેસ નોંધાયા છે. જો કે, હુબેઇ પ્રદેશમા છેલ્લા 24 કલાકમા આ વાયરસથી 24ના મોત નીપજ્યા છે.
સોમવારે ચીનના સૂત્રો અનુસાર આ વાયરસના ચેપના કારણે અત્યાર સુધી 80 લોકો મોતને ભેટ્યા છે.
ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે જણાવ્યુ કે, ચીનમા રવિવાર સુધી આ ચેપના કારણે 2,744 કેસ નોંધાયા છે. જેમા 461 લોકોની સ્થિતિ ગંભીર છે જ્યારે 51 લોકોને હોસ્પિટલમાથી રજા મળી ગઈ છે.