વિદેશ રોજગાર, સ્વરોજગાર લોન અને PMVBRY અંગે માર્ગદર્શન સાથે વડોદરામાં યુઈબી ભરતીમેળો
વડોદરાના યુવાનોને રોજગારીના અવસર પૂરા પાડવા માટે યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન અને ગાઈડન્સ બ્યુરો (યુ.ઈ.બી.) દ્વારા તા. ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે ખાસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો કમાટી બાગની સામે આવેલા ચમેલી બાગ સ્થિત યુ.ઈ.બી. ઓફિસ ખાતે યોજાશે.
લાયકાત અને વેકન્સીની વિગતો
આ ભરતી મેળામાં વિવિધ ટેકનિકલ અને શૈક્ષણિક ક્ષેત્રના ૨૦ થી ૩૫ વર્ષની વયના મહિલા અને પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકશે:
-
શૈક્ષણિક લાયકાત: બી.ઈ. (ઈલેક્ટ્રીકલ, મીકેનીકલ, ફાયર એન્ડ સેફ્ટી, ઈસી, ઈલેક્ટ્રોનીક), બી.ફાર્મસી તેમજ એમ.એસ.સી. (કેમીસ્ટ્રી).
-
તક: અંદાજે ૫ જેટલા નોકરીદાતાઓ દ્વારા ૫૦ જેટલી ખાલી જગ્યાઓ માટે સીધા ઈન્ટરવ્યુ લેવામાં આવશે.
માર્ગદર્શન અને સરકારી યોજનાઓ
રોજગાર ઉપરાંત ઉમેદવારોને ભવિષ્યના ઘડતર માટે નીચે મુજબનું માર્ગદર્શન આપવામાં આવશે:
૧. વિદેશ રોજગાર: વિદેશમાં શિક્ષણ અને નોકરી માટે ‘સેફ લીગલ માઈગ્રેશન’ અંગેની જાણકારી.
૨. સરકારી યોજના: પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PMVBRY) અને સ્વરોજગાર લોન સહાય યોજનાની માહિતી.
૩. ડિજિટલ પ્લેટફોર્મ: ‘અનુબંધમ’ અને એન.સી.એસ. (NCS) પોર્ટલ પર નામ નોંધણી અને તેના ફાયદાઓ.
ઉમેદવારો માટે મહત્વની સૂચના
ભરતી મેળામાં જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ ૩ નકલ બાયોડેટા/રેઝ્યુમ સાથે નિયત સમયે હાજર રહેવાનું રહેશે. ખાસ નોંધનીય છે કે આ સમગ્ર પસંદગી પ્રક્રિયા તદ્દન નિઃશુલ્ક છે, ઉમેદવાર કે નોકરીદાતાએ કોઈ પણ પ્રકારની ફી કે ચાર્જ ચૂકવવાનો નથી, તેમ યુ.ઈ.બી.ના નાયબ વડા દ્વારા જણાવવામાં આવ્યું છે.

