સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટ (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC)ના મુદ્દે છેલ્લા એક મહિનાથી દેશના અલગ-અલગ ઠેકાણે અનેક સંગઠનો દ્વારા દરરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજે અનેક સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત શાહીન બાગ પર પણ આજે વિરોધ પ્રદર્શન યથાવત રહેશે. ભારત બંધના એલાનને પગલે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મુંબઈમાં સવારથી જ બંધની અસર જોવા મળી રહી છે. બહુજન ક્રાંતિ મોર્ચાના સભ્યોએ CAA-NRCના વિરોધ પ્રદર્શન દરમિયાન કાંજૂરમાર્ગ સ્ટેશનમાં એક રેલવે ટ્રેકને બ્લોક કર્યો છે.
આ ઉપરાંત સોશિયલ મીડિયા પર સ્વરાજ ઈન્ડિયાના અધ્યક્ષ અને RJD નેતાના ફોટો વાળા અનેક પોસ્ટરો શેર કરવામાં આવી રહ્યા છે. જેમાં “ચલો દિલ્હી”નું સુત્ર આપવામાં આવ્યું છે. આ સાથે જ JNU વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશી ઘોષ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે