કર્ણાટકના બીદરમાં એક સ્કૂલ સંચાલન પર CAA અને NRC વિરોધમાં નાટક યોજવાના આરોપમાં દેશદ્રોહ કેસ નોંધવામાં આવ્યો છે.
કર્ણાટક પોલીસ અનુસાર બીદર સ્થિત શાહીન સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રજાસત્તાક દિવસના પર્વ પર CAA અને NRC વિરોધમાં નાટક યોજ્યું હતું. પોલીસ અનુસાર નાટકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.
પોલીસ જણાવ્યું હતું કે, તેમણે બાળકોની પુછપરછ કરી તો બાળકો કહ્યું કે, અમને આ નાટક માટે કોઈ પણ કહ્યું નહતું. ત્યારે પોલીસે શાહીન સ્કૂલના અધ્યક્ષ,સંચાલક અને અન્ય લોકોની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. આ અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિરોધ કર્યો હતો. પરિષદમાં કહ્યું હતું કે આ નાટક અપમાનજનક છે.