ચીનમાં ઘાતક કોરોનાવાયરસને લઇને સ્વાસ્થ નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે આ વાયરસનું સંક્રમણ આગીમાી 10 દિવસમાં તેની ચરમ સીમાએ પહોંચી જશે. જેના પરિણામ સ્વરુપે મોટી સંખ્યામાં લોકોની મોત થશે.
ચીનમાં કોરોનાવાયરસે ભયાનક સ્થિતિ ઉભી કરી છે. આ વાયરસની ઝપેટમાં આવતા લોકો મૃત્યુને ભેટી રહ્યા છે. કોરોનાવાયરસના સંક્રમણમાં મૃત્યાંક વધીને 132 થઇ ગયો છે અને આશરે 6000 પોઝિટિવ કેસોની પુષ્ટિ કરવામાં આવી છે. આ સિવાય 1239 દર્દીઓ મોતના મુખમાં હોવાના અહેવાલ છે.
કોરોનાવાયરસ વિષાણુઓનો એક મોટો સમૂહ છે પરંતુ એના માત્ર છ વિષાણુ એવા છે જેનાથી લોકોમાં ચેપી બીમારી ફેલાય છે. તેની સામાન્ય અસર શરદી-ખાસી હોય છે પરંતુ સિવીયર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ અવો કોરોનાવાયરસ છે જેના પ્રકાપથી 2002-03માં ચીન અને હોંગકોંગમાં લગભગ 650 લોકોના મોત થયા હતા.
જોકે રાહતના સમાચાર એ છે કે ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓ દાવો કરી રહ્યા છે કે, તેમણે ચીનમાં ફેલાયેલા કોરોનાવાયરસ સામે લડાઇમાં મોટી ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે. તેમના મુજબ ચીન બહાર તેમણે એક સેમ્પલ તૈયાર કર્યું છે જેના દ્વારા કોરોનાવાયરસની સારવારમાં મદદ મળી શકે એમ છે. ટૂંક જ સમયમાં તેઓ આ અંગેની માહિતી WHOને આપશે.