ચીનમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધતો જઈ રહ્યો છે. જેના કારણે મૃતકાંક સતત વધી રહ્યો છે. કોરોના વાયરસના કહેરથી ચીનમાં મૃતકોની સંખ્યા 170 થઈ ગઈ છે. ગુરુવારે ચીની સરકારે જણાવ્યું કે, કોરોના વાયરસથી ગુરૂવારે હુબેઈ પ્રાંતમાં 37 લોકોના મોત થયા હોવાના આંકડા મળ્યા છે. કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત હુબેઈ પ્રાંતમાં 1032 નવા કેસો સામે આવ્યા છે.
અંદાજે 6000 લોકો આ વાયરસના ચેપગ્રસ્ત જણાઈ રહ્યાં છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે, વાયરસનો ચેપ આગામી 10 દિવસમાં ભયાનક રુપ ધારણ કરશે. જેના પરિણામે મોટી સંખ્યામાં લોકોના મોત થશે.
કોરોના વાયરસએ વિષાણુઓનો એક મોટુ ગ્રુપ છે, પરંતુ તેમાંથી માત્ર 6 વિષાણું લોકોને ચેપ લગાડે છે. જેની અસરથી શરદી અને તાવ આવે છે. જો કે સાર્સ એવો કોરોના વાયરસ છે, જેની અસરથી 2002-03માં ચીન અને હૉંગકૉંગમાં 650 લોકોના મોત થયા હતા.