અંતરિક્ષમાં ગ્રહોની જાણકારી મેળવવા માટે ઘણા દેશોએ પોતાના સેટેલાઇટ મોકલ્યા છે પરંતુ આ જ સેટેલાઇટ હવે મુશ્કેલીનું કારણ બની શકે તેમ છે.
સૂત્રો અનુસાર NASAના બે સેટેલાઈટ પરસ્પર ટકરાઈ શકે છે. જેના કારણે નાસાએ ચેતવણી જાહેર કરી છે. નાસાના સંશોધન મુજબ આ સેટેલાઈટ આવતીકાલે ટકરાઈ શકે છે. ભારતીય સમય અનુસાર આ સેટેલાઈટ સવારે લગભગ 5:00 વાગે સામ-સામે ટકરાઈ શકે છે. જો કે આ બંન્ને સેટેલાઈટ ટકરાશે તો અમેરિકાના પિટ્સબર્ગમા તેનો કચરો પડશે. આ દરમિયાન બંન્ને સેટેલાઈટ વચ્ચે 50થી 100 ફૂટનુ અંતર હોઈ શકે છે. બંન્ને સેટેલાઈટ હવે કાર્યરત નથી.
અંતરિક્ષમા ફરી રહેલા આ સેટેલાઈટમાથી એકનું નામ જીજીએસઇ-4(GGSE-4) અને બીજા સેટેલાઇટનું નામ આઇઆરએએસ(IRAS)છે. GGSE-4 સેટેલાઇટ અમેરિકાએ 1967મા લોન્ચ કર્યો હતો. આ ઉપગ્રહ અમેરિકાની વાયુસેનાની જાસૂસી કરતો હતો. જેનું વજન લગભગ 85 કિલોગ્રામ છે. જે અંતરિક્ષમા 14.64 કિલોમીટર પ્રતિ સેંકડની સ્પીડથી ફરી રહ્યો છે.