ભારતીય સેના ધારે તો પાકિસ્તાનને 10 દિવસમાં ધુળ ચાટતુ કરી શકે છે તેવુ નિવેદન પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે એનસીસી કેડેટ્સને સંબોધતી વખતે આપ્યુ હતુ.
આ નિવેદન બાદ પાકિસ્તાનને બરાબર મરચા લાગી ગયા છે.પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યુ હતુ કે, પીએમ મોદીનુ નિવેદન ભારત સરકારની કાશ્મીરમાં મુસ્લિમ વિરોધી નીતિથી દુનિયાનુ ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે.પીએમ મોદીનુ નિવેદન ભાજપના નેતૃત્વમાં ભારતમાં પ્રસરી રહેલી કટ્ટરવાદી માનસિકતાને દર્શાવે છે.આ પ્રકારની માનસિકતા હવે ભારતના સરકારી સંસ્થાનોમાં પણ પ્રસરી રહી છે.
પાકના વિદેશ મંત્રાયલે કહ્યુ હતુ કે ગયા વર્ષે અમે ભારતના એક ફાઈટર જેટને તોડી પાડીને અને ભારતના પાયલોટને બંધક બનાવીને ભારતે કરેલી બાલાકોટ સ્ટ્રાઈકનો આકરો જવાબ આપ્યો હતો.આ એક જ બાબત અમારી ક્ષમતાને દર્શાવવા માટે કાફી છે.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ભારતના યુવાઓના સહારેદેશ આગળ વધી રહ્યો છે અને એટલે જ ભારત સર્જિકલ સ્ટ્રાઈક પણ કરી શકે છે.ભારત અગાઉ ત્રણ યુધ્ધોમાં પાકને 10 દિવસની અંદર ધુળ ચટાડી ચુક્યુ છે.