અંદાજે 175 કાર્યકર્તાઓ અને મહિલા સંગઠનો તરફથી સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર મોકલવામાં આવ્યો છે. આ પત્રમાં ભાજપ નેતાઓ દ્વારા આપવામાં આવેલા ભડકાઉ ભાષણ (Hate Speech) પ્રત્યે આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેઓ દિલ્હીમાં ચાલી રહેલી ચૂંટણી રેલીઓ દરમિયાન દુષ્કર્મના ભયને સંદેશા તરીકે ઉપયોગ કરી રહ્યાં છે.
આ પત્રમાં દિલ્હી ચૂંટણીમાં પ્રચાર દરમિયાન રેલી સબંધતી વખતે ભાજપના નેતાઓએ ભડકાઉ ભાષણ આપ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે, ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન ભાજપના નેતાઓ દ્વારા પોતાના સમર્થકોને નાગરિક્તા સંશોધન કાયદો (CAA), નેશનલ રજિસ્ટર્ડ સિટીઝન (NRC) અને નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓ પર અત્યાચાર કરવાની અપીલ કરવાને લઈને હિંસાનો માહોલ બનાવવામાં આવ્યો છે.
આ પત્ર પર હસ્તાક્ષર કરનારા લોકોમાં મહિલાવાદી અર્થશાસ્ત્રી દેવકી જૈન (Devaki Jain) કાર્યકર્તા લૈલા તૈય્યબજી (Laila Tyabji), પૂર્વ ભારતીય રાજદૂત મધુ ભાદૂરી ( Madhu Bhaduri), કમલા ભસીન (Kamla Bhasin) ની સાથે ઓલ ઈન્ડિયા પ્રોગ્રેસિવ વુમેન્સ એસોસિએશન (AIPWA), નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન વુમન (NFIW) જેવા ગ્રુપો પણ સામેલ છે.