હવે ખેર નહીં! સુરતમાં પહેલીવાર નકલી ડોક્ટર સામે PASA ઠોકાયો, જાણો શું છે આખો મામલો

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

લોકોના જીવ સાથે રમતા નકલી ડોક્ટર સામે પહેલીવાર PASA હેઠળ મોટી કાર્યવાહી!

સુરતના લસકાણા વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા એક બોગસ તબીબ સામે પોલીસે લાલ આંખ કરી છે. લસકાણા પોલીસની સતર્કતાને પગલે સુરતમાં ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ બોગસ ડોક્ટરની પાસા (PASA) હેઠળ અટકાયત કરવામાં આવી છે. આરોપી કમલેશ કુમાર રાયને કડક પોલીસ સુરક્ષા હેઠળ અમદાવાદની મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે.

સુરતમાં પ્રથમ વખત બોગસ તબીબ સામે પાસાનું શસ્ત્ર

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ડિગ્રી વગરના ‘મુન્નાભાઈ’ તબીબોનો રાફડો ફાટ્યો છે. સામાન્ય જનતાના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતા આવા તત્વો સામે દાખલો બેસાડવા માટે લસકાણા પોલીસે કડક કાર્યવાહી કરી છે. બોગસ પ્રેક્ટિસ કરતા કમલેશ કુમાર રાય સામે અગાઉ પણ ગુના નોંધાયા હતા, પરંતુ તેણે પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. આથી, સુરત પોલીસ કમિશનરના આદેશથી તેની સામે પાસા હેઠળ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

surat.jpeg

વર્ષ 2025માં થઈ હતી ધરપકડ, છતાં સુધર્યો નહીં

પ્રાપ્ત વિગતો અનુસાર, કમલેશ કુમાર રાયની વર્ષ 2025માં લસકાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેની પાસે તબીબી સારવાર માટેની કોઈ માન્ય ડિગ્રી કે રજિસ્ટ્રેશન નહોતું. આમ છતાં, તે લસકાણા વિસ્તારમાં પોતાનું ક્લિનિક ચલાવતો હતો. પોલીસ રેડ દરમિયાન તેની પાસેથી મોટી માત્રામાં એલોપેથી દવાઓ અને ઇન્જેક્શન મળી આવ્યા હતા.

- Advertisement -

કેવી રીતે કરતો હતો દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં?

પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે:

  • ડિગ્રી વગર એલોપેથી: આરોપી પાસે કોઈ મેડિકલ ડિગ્રી ન હોવા છતાં તે બેરોકટોક એલોપેથી પ્રેક્ટિસ કરતો હતો.
  • જોખમી સારવાર: ગંભીર બીમારીઓમાં પણ તે દર્દીઓને જાતે જ ઇન્જેક્શન આપતો અને હાઈ-ડોઝ એલોપેથી દવાઓ પ્રિસ્ક્રાઈબ કરતો હતો.
  • વારંવાર ગુનો: જામીન પર છૂટ્યા બાદ પણ તેણે પોતાની ક્લિનિક ચાલુ રાખી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા.

surat22.jpg

અમદાવાદ મધ્યસ્થ જેલ ભેગો કરાયો

લસકાણા પોલીસે પાસાના વોરંટની બજવણી કરી કમલેશ કુમાર રાયની અટકાયત કરી હતી. તેને તાત્કાલિક અસરથી અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. સુરત પોલીસની આ ઐતિહાસિક કાર્યવાહીને પગલે શહેરમાં પ્રેક્ટિસ કરતા અન્ય બોગસ તબીબોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પોલીસની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે લોકોના જીવ સાથે રમત કરનારા તત્વોને હવે બક્ષવામાં આવશે નહીં. તંત્ર દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ માત્ર માન્ય ડિગ્રી ધરાવતા તબીબો પાસે જ સારવાર કરાવે.

- Advertisement -
Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.