કેન્દ્ર સરકારે બુધવારે રાજ્યસભામાં જાણકારી આપી કે, દેશમાં 2017-18 દરમિયાન રોજગારી દર 6.1 ટકા હતો. સરકારે રોજગારના સંબંધમાં નવા અને મોટા પ્રમાણાં મેળવેલા નમૂનાને ગૃહમાં રજૂ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગાવારે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યુ કે, સરકારે સર્વેની પ્રક્રિયામાં ફેરફાર બાદ આંકડા મંત્રાલયના વાર્ષિક આધાર પર નવા બેરોજગારી સર્વે 2017-18 કર્યો છે. સરકાર નવા પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (Periodic Labour Force Survey) કરી રહી છે જેમાં પહેલાથી મોટા પ્રમાણમાં સેમ્પલનો ઉપયોગ થઈ રહ્યો છે જેની સરખામણી અગાઉના સર્વે સાથે કરી શકાતી નથી.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુ કે, સમયાંતરે શ્રમ બળના સર્વે મુજબ વર્તમાનમાં શ્રમ બળની ભાગેદારી 36.9 ટકા છે જ્યારે 2017-18 દરમિયાન બેરોજગારી દર 6.1 ટકા છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, અમે માળખાકીય સુવિધાઓના વિકાસ અને ઈઝ ઓફ ડોઈન્ગ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. આને કારણે ભારતની પરિસ્થિતિ વિશ્વભરમાં સુધરી છે.
2012 પછીથી બેરોજગારીના દરમાં વધારો થવાના રિપોર્ટોને અપ્રમાણિત ગણાવતા કહ્યુ કે, PLFSના સર્વેના ડેટાને જ આ સંદર્ભે સત્તાવાર માની શકાય છે. પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર અંગે સચોટ ડેટા એકત્રિત કરવા માટે સરકારે વર્ષ 2016 થી જૂની સર્વે પદ્ધતિ બંધ કરી દીધી હતી. આ પછી, આંકડા મંત્રાલયની મદદથી નવો સર્વે કરવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યુ કે, અગાઉની પદ્ધતિની ખામીઓ સુધારવામાં અને નવા સર્વેનો સંપૂર્ણ રિપોર્ટ આવવામાં સમય લાગશે.